‘Tiger 3’ માં સલમાનને ટક્કર આપવા તૈયાર ઇમરાન હાશ્મી, બોડી જોઇને ફેન્સ રહી ગયા હેરાન

|

Jul 10, 2021 | 1:47 PM

ઇમરાન હાશ્મી (Emraan Hashmi) સલમાન ખાનને ટાઈગર 3 માં ટક્કર આપવા માટે તૈયાર છે. જી હા ઇમરાન હાશ્મીએ એક તસ્વીર શેર કરી છે. જેમાં બોડી ટ્રાન્સફોરમેશન જોઇને લોકો દંગ રહી ગયા છે.

Tiger 3 માં સલમાનને ટક્કર આપવા તૈયાર ઇમરાન હાશ્મી, બોડી જોઇને ફેન્સ રહી ગયા હેરાન
Emraan Hashmi shows off his abs and body transformation

Follow us on

બોલીવુડ અભિનેતા ઇમરાન હાશ્મી એક સમયે પોતાની કારકિર્દીની ટોચ પર હતા. ઇમરાન હાશ્મી રોમેન્ટિક ફિલ્મોમાં અલગ જ તરી આવતા હતા અને તેમને સિરિયલ કિસર તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ઇમરાન હાશ્મી હવે પોતાની ઈમેજ બદલી રહ્યા છે. જી હા ઇમરાન આજકાલ જીમમાં ખુબ પરસેવો પાડી રહ્યા છે. ઇમરાન હાશ્મી સલમાન ખાન (Salman Khan) સાથે આગામી ફિલ્મ ‘ટાઈગર 3’ (Tiger 3)માં જોવા મળવાના છે.

ઇમરાન હાશ્મી (Emraan Hashmi) સલમાન ખાનને ટાઈગર 3 માં ટક્કર આપવા માટે તૈયાર છે. જી હા આ ફિલ્મમાં ઇમરાન હાશ્મીનું જબરદસ્ત બોડી ટ્રાન્સફરમેશન જોવા મળવા જઈ રહ્યું છે. ઇમરાન હાશ્મીએ તેના એકાઉન્ટમાં એક તસ્વીર શેર કરી છે. જેમાં તેઓ જીમ લૂકમાં છે. આ સાથે જ તેઓ શર્ટલેસ પણ જોવા મળી રહ્યા છે. અને તેમનું બોડી ટ્રાન્સફોર્મેશન જોઇને લાગી રહ્યું છે કે તેઓ સલમાનને ટક્કર આપવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઇમરાને (Emraan Hashmi) તસ્વીર શેર કરતા સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ માત્ર શરૂઆત છે.!’ ઇમરાનની આ તસ્વીર આવતાની સાથે જ ફેન્સ કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. આ તસ્વીરને લાખો લાઈક્સ મળી ચૂકી છે તેમજ હજારો કોમેન્ટ્સ પણ થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર સલમાન અને કેટરીના સાથે ટાઈગર 3 નું શૂટિંગ 23 જુલાઈએ શરુ થવા જઈ રહ્યું છે.

સલમાન અને કેટરીના તેમની ફિલ્મ ટાઈગર 3 ને લઈને ચર્ચામાં છે. કોરોનાનાં કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રોજેક્ટ્સ પર અસર પડી રહી છે. લોકડાઉન અને કોરોનાના કારણે શૂટિંગ અટકાવી દીધું હતું. જો કે થોડા દિવસોમાં આ શૂટિંગ શરુ થાય એવી સંભાવના છે.

ઇમરાનની વાત કરીએ તો તેઓ તેમની ફિલ્મ ચેહરેમાં જોવા મળશે. આ એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ હશે. આ ફિલ્મ 30 એપ્રિલે થીએટરમાં આવવાની હતી. પરંતુ કોરોનાના કારણે આ પ્રોજેક્ટની રિલીઝ પણ અટકી પડી છે.

 

આ પણ વાંચો: Indian Idol 12: જાવેદ અલીએ રિયાલિટી શોની ખોલી પોલ, એક સ્પર્ધકની જીતને લઈને કર્યો ચોંકાવનારો ખુલાશો

આ પણ વાંચો: TMKOC: બબીતા જીની પોસ્ટ કર ટપુએ કરી એવી કોમેન્ટ કે લોકોએ બંનેના સંબંધ પર ઉઠાવ્યા સવાલ

Next Article