Oscar 2021ની સ્પર્ધામાં પહોંચી એકતા કપૂર અને તાહિરા કશ્યપની ફિલ્મ બીટ્ટુ, આ 9 ફિલ્મથી થશે મુકાબલો

|

Feb 10, 2021 | 5:57 PM

ઓસ્કર 2021 (OSCAR 2021) ભારત માટે મોકલવામાં આવેલી મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટૂ ઓસ્કારની રેસમાંથી બહાર નીકળી ગઈ છે.

Oscar 2021ની સ્પર્ધામાં પહોંચી એકતા કપૂર અને તાહિરા કશ્યપની ફિલ્મ બીટ્ટુ, આ 9 ફિલ્મથી થશે મુકાબલો

Follow us on

ઓસ્કર 2021 (OSCAR 2021) ભારત માટે મોકલવામાં આવેલી મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટૂ ઓસ્કારની રેસમાંથી બહાર નીકળી ગઈ છે. જલ્લીકટ્ટૂને 93 એકેડેમી એવોર્ડ માટે બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે મોકલવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મ ટોપ 15માં જગ્યા બનાવી શકી ના હતી.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જલ્લીકટ્ટૂ ઓસ્કારની રેસમાંથી બહાર નીકળતા જતા ભારતીયો નિરાશ થઈ ગયા હતા, પરંતુ આ લોકો માટે હવે ખુશખબરી છે. એકતા કપૂર, તાહિરા કશ્યપ અને ગુનીતા મેંગાની ફિલ્મ બીટ્ટુને ઓસ્કાર 2021માં એન્ટ્રી મળી ગઈ છે. આ ફિલ્મને Live Action Short Film કેટેગરીમાં સિલેક્ટ કરવામાં આવી છે. ટોપ 10 ફિલ્મમાં બીટ્ટુને સિલેક્ટ કરી છે. આ જાણકારી એકતા કપૂર અને તાહિરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

 

 

 

જણાવી દઈએ કે બીટ્ટુનું દિગ્દર્શન એક વિદ્યાર્થી કરિશ્મા દેવ દુબેએ કર્યું છે, આ માહિતી એકતા કપૂરે ખુદ પોતાની પોસ્ટમાં આપી છે. ઓસ્કારમાં એન્ટ્રી મેળવતાં પહેલા બિટ્ટુને 18 ફિલ્મ મહોત્સવમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મે પોતાના નામે અનેક એવોર્ડ જીત્યા છે. કરિશ્માને બીટ્ટુ માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે. આ ફિલ્મમાં રાની કુમારી, રનુ કુમારી, કૃષ્ણ નેગી, મોનુ ઉનિયલ અને સલમા ખાતુમ છે.

 

Published On - 5:54 pm, Wed, 10 February 21

Next Article