Drugs Case : NCB એ સુશાંત સિંહ રાજપૂતના મિત્ર કુણાલ જાનીની ધરપકડ કરી, લાંબા સમયથી ફરાર હતો

|

Sep 30, 2021 | 1:51 PM

ડ્રગ્સ કેસમાં સુશાંત સિંહ રાજપૂતના મોતના સંદર્ભમાં NCB એ મુંબઈના ખાર વિસ્તારમાંથી હોટેલના વ્યવસાયી કુણાલ જાનીની ધરપકડ કરી છે.

Drugs Case : NCB એ  સુશાંત સિંહ રાજપૂતના મિત્ર કુણાલ જાનીની ધરપકડ કરી, લાંબા સમયથી ફરાર હતો
sushant singh rajput friend kunal jain

Follow us on

Drugs Case : ડ્રગ્સ કેસમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના સંદર્ભમાં NCB (Narcotics Control Bureau)એ મુંબઈના ખાર વિસ્તારમાંથી હોટેલના વ્યવસાયી કુણાલ જાનીની ધરપકડ કરી છે.

કુણાલ (Kunal Jani) સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો ખાસ મિત્ર હતો અને લાંબા સમયથી ફરાર હતો. પરંતુ તાજેતરમાં એનસીબીએ (Narcotics Control Bureau) તેને પકડ્યો હતો. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, કુણાલ (Kunal Jani)ની ​​ધરપકડ બાદ ડ્રગ્સ કેસમાં કેટલાક નવા ખુલાસા થશે અથવા સુશાંત કેસમાં જ કેટલીક નવી માહિતી મળશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

કુણાલ સુશાંત (Sushant Singh Rajput)ના મૃત્યુ બાદથી ફરાર હતો, તેથી જો કુણાલ (Kunal Jani) હવે કોઈ મોટી માહિતી આપે તો કદાચ સુશાંત વિશે પણ કેટલીક નવી માહિતી મળી શકે.

તમને જણાવી દઈએ કે 14 જૂને સુશાંત સિંહ રાજપૂત તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સુશાંતના નિધનથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી (Bollywood Industry)ને આઘાત લાગ્યો હતો. આ પછી અભિનેતાના કેસની તપાસ શરૂ થઈ અને પછી ધીમે ધીમે 3 એજન્સીઓ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી. CBI, NCB અને ED એ આ કેસની તપાસ કરી.

તપાસ દરમિયાન જ એનસીબીએ (Narcotics Control Bureau) બોલિવૂડ ડ્રગ્સ એંગલ શોધી કાઢ્યું હતું. આ પછી, ઘણા સેલિબ્રિટીસના  નામ આવ્યા જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત જેવી મોટી અભિનેત્રી (Actress)ઓના નામ સામેલ હતા. જોકે, જ્યારે આ અભિનેત્રીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે બધાએ કબૂલાત કરી કે તેઓ ડ્રગ્સ લેતા નથી.

રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી

ડ્રગ્સ કેસ (Drugs Case)માં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Riya Chakraborty)ની પણ ધરપકડ કરવામાં આવી હતી. થોડો સમય જેલમાં રહ્યા બાદ તેને જામીન મળી ગયા.

ભારતી અને હર્ષ

કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) અને તેમની પતી હર્ષ લિંબાચિયા (haarsh limbachiyaa) પણ ડ્રેગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે NCB એ બંનેના ઘરે દરોડા પાડ્યા ત્યારે તેમના ઘરમાંથી ડ્રગ્સ મળ્યું હતુ. પતિ -પત્ની બંને થોડા દિવસો માટે જેલમાં હતા, પછી થોડા દિવસોમાં તેમને જામીન મળી ગયા હતા.

 

આ પણ વાંચો : કપિલ સિબ્બલના ઘર બહાર કોંગ્રેસના કાર્યકરોએ કરી ગુંડાગીરી, આનંદ શર્માએ કહ્યુ દોષિતો સામે સોનિયા ગાંધી પગલા ભરે

Next Article