AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs Case :14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો અરમાન કોહલી, ડ્રગ્સ મળ્યા બાદ થઈ હતી ધરપકડ

થોડા દિવસો પહેલા ડ્રગ્સ કેસમાં અરમાન કોહલીના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, જે બાદ NCB દ્વારા અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી.

Drugs Case :14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો અરમાન કોહલી, ડ્રગ્સ મળ્યા બાદ થઈ હતી ધરપકડ
Armaan Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 9:44 PM
Share

ડ્રગ્સ કેસ (Drugs Case) માં થોડા દિવસ પહેલા ધરપકડ કરાયેલા અરમાન કોહલી (Armaan Kohli) ને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હકીકતમાં, બુધવારે મુંબઈ કોર્ટે અરમાન કોહલીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.

શનિવારે અરમાનના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો અને તે દરમિયાન અભિનેતાના ઘરેથી કેટલીક એમાઉન્ટમાં ડ્રગ્સ મળ્યું હતું. આ પછી તેને એનસીબી ઓફિસમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અરમાનની 21 (a), 27 (a), 28, 29, 30 અને 35 કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

અરમાન ઉપરાંત ડ્રગ પેડલર અજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. NCB ના અધિકારીઓનું કહેવું છે કે સિંહ એક હિસ્ટ્રી ચીટર છે અને પૂછપરછ દરમિયાન કોહલીનું નામ સામે આવ્યું હતું.

અહેવાલો અનુસાર, કોહલી અને સિંહ સિવાય, NCB એ ડ્રગ્સ કેસમાં વધુ 4 લોકોની ધરપકડ કરી છે, જેમાં 2 નાઇજિરિયનનાં લોકો પણ હતા. અત્યારે NCB બાકીની તપાસ પણ કરી રહી છે.

અમે તમને જણાવી દઈએ કે NCB આટલી સરળતાથી અરમાનને છોડશે નહીં. NCB ને લાગે છે કે અરમાન દ્વારા ડ્રગ્સના કેસમાં ઘણા વધુ ખુલાસા થઈ શકે છે.

અરમાન પહેલા ટીવી અભિનેતા ગૌરવ દીક્ષિતની પણ ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે સુશાંતના મૃત્યુ બાદ ડ્રગ્સનો મામલો સામે આવ્યા બાદ મનોરંજન ઉદ્યોગના ઘણા સેલેબ્સના નામ સામે આવ્યા છે, જેમાં રિયા ચક્રવર્તી, ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા જેવા સેલેબ્સ સામેલ છે. આ ત્રણેયની ડ્રગ્સ કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી.

અરમાનની પ્રોફેશનલ લાઇફ

અરમાન કોહલી દિગ્દર્શક રાજ કુમાર કોહલી અને અભિનેત્રી નિશીનો પુત્ર છે. ફિલ્મી પૃષ્ઠભૂમિ હોવા છતાં, અરમાન બોલિવૂડમાં પોતાની શાનદાર કારકિર્દી બનાવી શક્યો નહીં. અરમાને વર્ષ 1992 માં ફિલ્મ વિરોધીથી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. અરમાન સહાયક અભિનેતા તરીકે ઘણી ફિલ્મોમાં દેખાયો છે.

તેમણે વીર, જાની દુશ્મન એક અનોખી કહાની (Jaani Dushman Ek Anokhi Kahani) , LoC અને પ્રેમ રતન ધન પાયો (Prem Ratan Dhan Payo) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અરમાન પ્રેમ રતન ધન પાયોમાં સલમાન ખાન (Salman Khan) સાથે જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :- Kiara Advaniના ટોપલેસ ફોટોશૂટ પર ડબ્બુ રતનાનીનો ખુલાસો, જાણીને ચાહકો પણ થઈ જશે હેરાન

આ પણ વાંચો :- Bharti Singhને ફોટોગ્રાફર્સે પૂછ્યું અમે મામા ક્યારે બનીશું? કોમેડિયને એવો જવાબ આપ્યો કે સાંભળીને પતિને પણ આવશે શરમ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">