ડિરેક્ટર Vikas Bahl, 29 માર્ચથી Amitabh Bachchan-Rashmika Mandanna સાથે શરુ કરશે ‘ગુડબાય’નું શૂટિંગ

|

Mar 19, 2021 | 8:27 PM

વિકાસ બહલની ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. સૂત્રોએ જણાવ્યું છે કે 'ગુડબાય' આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક છે. 29 માર્ચથી અંધેરી મુંબઇના ચાંદિવલી સ્ટુડિયોમાં તેનું શૂટિંગ થશે. શેડ્યૂલ 45 દિવસનું છે.

ડિરેક્ટર Vikas Bahl, 29 માર્ચથી Amitabh Bachchan-Rashmika Mandanna સાથે શરુ કરશે ગુડબાયનું શૂટિંગ
Amitabh Bachchan

Follow us on

આ મહિનાની શરૂઆતમાં તપસી પન્નુ, અનુરાગ કશ્યપ અને મધુ મન્ટેનાની સાથે ડિરેક્ટર વિકાસ બહલને ત્યાં પણ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ એવુ માનવામાં આવી રહ્યું હતું કે જેની ત્યા રેડ પડી તેની ફિલ્મ્સનું શૂટિંગ લાંબા સમય માટે મુલતવી રાખવામાં આવશે. પરંતુ તે એવું નથી. પહેલા અનુરાગ કશ્યપ અને તાપ્સી પન્નુએ તેમની ફિલ્મ ‘દોબારા’નું શૂટિંગ શરૂ કર્યું હતું. હવે વિકાસ બહલ પણ તેની ફિલ્મ ‘ગુડબાય’નું શૂટિંગ 29 માર્ચથી શરૂ કરવા જઈ રહ્યો છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે.

અમિતાભ-રશ્મિકાની મુખ્ય ભૂમિકા

વિકાસ બહલની ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. સૂત્રોએ જણાવ્યું છે કે ‘ગુડબાય’ આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક છે. 29 માર્ચથી અંધેરી મુંબઇના ચાંદિવલી સ્ટુડિયોમાં તેનું શૂટિંગ થશે. શેડ્યૂલ 45 દિવસનું છે. આખી ફિલ્મનું શૂટિંગ આ સમયમર્યાદામાં કરવામાં આવશે. આ ફિલ્મ ચંદીગઢની પૃષ્ઠભૂમિની છે. તેથી, ચંદીવલી સ્ટુડિયોમાં જ ચંડીગઢનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. સ્ટુડિયોમાં ચંદીગઢ જેવી શેરીઓ બનાવવામાં આવી રહી છે અને મોહલ્લા બનાવવામાં આવી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

નિવૃત્ત અધિકારીની ભૂમિકામાં જોવા મળશે અમિતાભ

અમિતાભ બચ્ચનના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘અમિતાજી આ ફિલ્મમાં નિવૃત્ત અધિકારીની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમના પાત્રના પ્રોફેશન પર વધારે ધ્યાન આપ્યુ નથી. રશ્મિકા મંદાના તેમની પુત્રીનો રોલ કરે છે. ફોકસ પ્રોફેશન કરતાં વધુ, પિતા-પુત્રીની ભાવનાત્મક વાર્તા પર એટલું છે કે મેકર્સએ રશ્મિકાની વિરુદ્ધ યુવા સ્ટારની ભૂમિકા પર કોઈ ધ્યાન આપ્યું નથી.

શું સિંગલ પિતાની ભૂમિકામાં હશે બિગ બી

અમિતાભ બચ્ચન અગાઉ પિતા-પુત્રીના ભાવનાત્મક સંબંધો પર આધારિત દિગ્દર્શક શૂજિત સરકારની ‘પિકુ’ માં કામ કરી ચુક્યા છે, જેમાં તેમણે દીપિકા પાદુકોણના સિંગલ ફાધરની ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં, સવાલ એ ઉભો થાય છે કે શું તે રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મમાં પણ સિંગલ ફાધર બન્યા છે? જોકે, સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી નથી. તેમણે ચોક્કસપણે કહ્યું હતું કે વાર્તા વર્તમાન સમયગાળામાં નિર્ધારિત છે. તે ફ્લેશબેકમાં 20 વર્ષ પાછી જાય છે જ્યાંથી મિલેનિયલ જનરેશનની ઉમ્મીદો, ઇચ્છાઓ અને દુનિયાને જોવાના તરીકાને ખંગાળવામાં આવ્યા છે. સૂત્રો કહે છે કે અહીં વાર્તાની માંગ અલગ છે. આ એક સંપૂર્ણ કૌટુંબિક નાટક છે.

Next Article