Jassie Gill નાં મ્યુઝિક આલ્બમમાં જોવા મળશે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા

|

Mar 10, 2021 | 3:49 PM

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા ટૂંક સમયમાં પંજાબી સિંગર જસ્સી ગિલની સાથે એક નવા મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે. મ્યુઝિક વીડિયોનું નામ 'ઓએ હોયે હોયે' છે, જે 12 માર્ચે રિલીઝ થશે.

Jassie Gill નાં મ્યુઝિક આલ્બમમાં જોવા મળશે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા
Jassie Gill, Dhanashree Verma

Follow us on

પંજાબી ગાયિકા જસ્સી ગિલ એ નેહા કક્કર સાથે ‘નિકલે કરેંટ’ થી લઈને ‘બાપુ જિમ્મેદાર’ સુધીના હિટ ગીતો ગાયા છે. ચાહકો આતુરતાથી તેમના નવા ગીતોની રાહ જુએ છે. જસ્સી જલ્દી પ્રખ્યાત યુટ્યુબર અને ડાન્સર ધનશ્રી વર્માની સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે. આ ગીતનું નામ છે – ‘ઓયે હોયે હોયે.’ ધનશ્રીના જોડાવાથી, સ્પષ્ટ થઈ ગયું છે કે આ ગીત ડાન્સ નંબર હશે. આ મ્યુઝિક વીડિયો 12 માર્ચે રિલીઝ થશે.

આ જુગલબંધી ધનશ્રી વર્મા અને જસ્સી ગિલના ચાહકોને તે ખૂબ ગમશે. તેમાં ડાન્સ અને મ્યુઝિકનો જોરદાર તડકો જોવા મળશે. તેમના ગીત વિશે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકોને ધનાશ્રીનો જબરદસ્ત ડાન્સ અને જસ્સીનો ચાર્મ જોવા મળશે. તેથી જ ચાહકો એક ખાસ ગીતની અપેક્ષા રાખી રહ્યા છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

મ્યુઝિક વીડિયો ‘ઓયે હોયે હોયે’ નું નિર્માણ ટી-સિરીઝ દ્વારા કરવામાં આવ્યું છે. હેપ્પી રાયકોટીએ ‘ઓયે હોયે હોયે’ લખ્યું છે, જ્યારે અરવિંદ ખૈરાએ તેનું દિગ્દર્શન કર્યું છે. અહેવાલો અનુસાર, આ ગીત એક વિશાળ સેટ પર શૂટ કરવામાં આવ્યું છે. ધનશ્રીએ આ મ્યુઝિક વીડિયો સાથે સંબંધિત એક પોસ્ટર પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યું હતું, જેમાં તેમણે ગીતની રિલીઝની તારીખ જાહેર કરી હતી.

આપને જણાવી દઈએ કે ધનશ્રી વર્માએ ગયા વર્ષે 22 ડિસેમ્બરે સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (yuzvendra Chahal) સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં દંપતી માલદીવમાં રજાઓ ગાળવા ગયા હતા. જ્યાંથી ધનાશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા અને ડાન્સ વીડિયો શેર કર્યા છે. આ ડાન્સ વીડિયો જોતા જ વાયરલ થઈ ગયો હતો. વીડિયોમાં ધનશ્રી બીચ પર લોકો સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Next Article