આખરે દીપિકાનું સ્વપ્ન થયું સાકાર, જાણો કયા મોટા એક્ટર સાથે કરી રહી છે ફિલ્મ

|

Jan 11, 2021 | 1:18 PM

Deepika Padukoneએ પોતાના સોશિયલ મીડિયા પર આગામી ફિલ્મનું ટીઝર પોસ્ટ કર્યું હતું. જેમાં તે રિતિક રોશન સાથે જોવા મળશે. દીપિકાના ફેન્સ માટે આ ખુશીના સમાચાર છે.

આખરે દીપિકાનું સ્વપ્ન થયું સાકાર, જાણો કયા મોટા એક્ટર સાથે કરી રહી છે ફિલ્મ
આખરે સ્વપ્ન થયું સાકાર

Follow us on

દીપિકાના ફેન્સ માટે ઘણા સમય બાદ ખુશખબર આવી રહી છે. 2018માં પદમાવત બાદ દીપિકા એક વર્ષ અગાઉ છપાકમાં જોવા મળી હતી. ત્યાર બાદ કોઈ મોટી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આખરે દીપિકાના ફેન્સ માટે ખુશીના સમાચાર આવી ગયા છે. રિતિક રોશનના જન્મદિન પર ફેન્સને સરપ્રાઈઝ આપી હતી. રિતિક રોશને આગામી ફિલ્મનું ટીઝર રિલીઝ કરતા ફેન્સને જણાવ્યું હતું કે તેઓ આગમી ફિલ્મમાં દીપિકા સાથે જોવા મળશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરવાના છે. ફિલ્મનું નામ છે ફાઈટર.

દીપિકા અને રિતિક જોવા મળશે ફાઈટરમાં

દીપિકાએ પણ પોતાના સોશિયલ મીડિયામાં ફાઈટરનું ટીઝર શેર કરતા લખ્યું હતું કે “સપના ખરેખરમાં સાચા પડે છે”. આ ફિલ્મ સપ્ટેમ્બર 2022માં રીલીઝ થશે. થોડા જ સમયમાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરુ કરવામાં આવશે. આ અગાઉ હમણા જ દીપિકાએ અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને શકુન બત્રા સાથે એક ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. જોકે આ ફિલ્મના નામની ઘોષણા કરવામાં નથી આવી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

દીપિકા અને રિતિક જોવા મળશે ફિલ્મ ફાઈટરમાં

ફાઈટર ફિલ્મના ટીઝરમેં કોઈ વિસ્યુઅલ બતાવવામાં નથી આવ્યા. એક્ટર્સ અને ડિરેક્ટરના નામ સાથે વિડીઓ ચાલે છે, જેના બેકગ્રાઉન્ડમાં રિતિક રોશનનો અવાજ સાંભળવા મળે છે.

Published On - 1:10 pm, Mon, 11 January 21

Next Article