દીપિકા પાદુકોણએ ફની વીડિયો શેર કર્યો અને ચાહકોને ગરબા ડાન્સ બતાવી કહી આ વાત

|

Jan 28, 2021 | 2:56 PM

દીપિકા પાદુકોણ બોલીવુડમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી અભિનેત્રી છે. તેના ફોલોઅર્સ 52.9 મિલિયન (5 કરોડ બે લાખ) થી વધુ છે.

દીપિકા પાદુકોણએ ફની વીડિયો શેર કર્યો અને ચાહકોને ગરબા ડાન્સ બતાવી કહી આ વાત
Deepika Padukone

Follow us on

દીપિકા પાદુકોણ બોલીવુડમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી અભિનેત્રી છે. તેના ફોલોઅર્સ 52.9 મિલિયન (5 કરોડ બે લાખ) થી વધુ છે. તેમનું એકાઉન્ટ સુંદર ફોટા, કુટુંબ અને રણવીર સિંહનાં પોસ્ટ્સથી ભરેલું હતું. નવા વર્ષ 2021 માં, દીપિકા પાદુકોણે તેની બધી યાદોને ડિલીટ કરી ફરીથી પ્રારંભ કરવાનું નક્કી કર્યું. આ જોઈને ચાહકો ચોંકી ગયા, કારણ કે દીપિકાનું આવું કરવાનું કારણ કોઈને સમજાયું નહીં.

તાજેતરમાં જ દીપિકા પાદુકોણ ફરીથી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે. ઓડીઓ દ્વારા લોકો સુધી પહોંચવાનું શરૂ કર્યું. આ સાથે, તેમણે ખૂબ કાળજી સાથે વિવિધ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. દીપિકા હવે મોટાભાગે ઓડીઓ પોસ્ટ્સ શેર કરી રહી છે. તાજેતરમાં જ તેણે તેના મિત્રનો ફની ગરબા ડાન્સ કરવાનો વીડિયો શેર કર્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

પોસ્ટ સાથેની કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “એવા મિત્રને શોધો જે કોઈપણ સંગીતની સાથે ગરબા કરી શકે.” વીડિયોમાં દીપિકા પાદુકોણ કેઝ્યુઅલ સ્વેટશર્ટ અને સ્કર્ટમાં જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણનો આ વીડિયો અત્યાર સુધીમાં સાત લાખથી વધુ લોકો જોઇ ચૂક્યો છે.

દીપિકા પાદુકોણ હાલમાં શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ‘પઠાણ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણે અનન્યા પાંડે અને સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે દિગ્દર્શક શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જોકે, આ ફિલ્મનું નામ હજી બહાર આવ્યું નથી. આ સિવાય દીપિકા પાદુકોણ પણ એન હેથવેની અંગ્રેજી ફિલ્મ ધ ઇનટર્ન હિન્દી રિમેકમાં જોવા મળશે. આ ઉપરાંત દીપિકા ટોલીવુડમાં પ્રવેશ કરવા જઈ રહી છે. તે પ્રભાસ અને નાગ અશ્વિન સાથે જોવા મળશે. આ ફિલ્મનું નામ પણ હજી બહાર આવ્યું નથી.

 

Next Article