83ના પ્રીમિયરમાં નેકલાઇન ગાઉનમાં દીપિકા પાદુકોણે મચાવી હતી ધમાલ, તસ્વીર જોઈને અનુષ્કા શર્મા પણ થઈ ગઈ આશ્ચર્ય
બુધવારે દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહની (Ranveer Singh) ફિલ્મ 83નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

Deepika padukone ( File photo)
- આ દિવસોમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તેમની આગામી ફિલ્મ 83ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 1983માં જીતેલા વર્લ્ડ કપની ક્ષણોને યાદ કરાવશે.
- આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં અને દીપિકા પાદુકોણ તેની પત્ની રોમી દેવના રોલમાં જોવા મળશે. બુધવારે ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જ્યાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા.
- 83ની સ્ક્રીનિંગમાં દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે બ્લુ કલરનો પ્લંગિંગ નેકલાઇન ગાઉન પહેર્યું હતું. આ સાથે તેણે નેકપીસ પણ કેરી કર્યો હતો. જે તેના લુકને કોમ્પ્લિમેન્ટ કરી રહ્યો હતો.
- દીપિકાએ આ ડ્રેસમાં ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં દીપિકા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટો શેર કરતા તેણે લખ્યું- આ 83 છે.
- એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ દીપિકાના ફોટા પર કોમેન્ટ કરવાથી પોતાને રોકી શકી નહીં. તેણે કમેન્ટ કરી – અદભૂત. દીપિકાની આ તસવીરોને પર ફેન્સ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.