Deepika Padukone થઈ કોરોના સંક્રમિત, Ranveer Singh ના ચાહકો થયા બેચેન

|

May 05, 2021 | 10:11 PM

દીપિકા પાદુકોણને કોરોના સંક્રમિત થવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અભિનેત્રી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. હવે ચાહકો અભિનેત્રીની સાથે તેમના પતિ રણવીર સિંહની તબિયત પણ જાણવા માંગે છે.

Deepika Padukone થઈ કોરોના સંક્રમિત, Ranveer Singh ના ચાહકો થયા બેચેન
Deepika Padukone, Ranveer Singh

Follow us on

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેમના પતિ અભિનેતા રણવીર સિંહ લોકડાઉન પહેલાં મુંબઈ છોડીને બેંગ્લોર સ્થિત તેમના ઘરે ગયા હતા. ત્યારથી, આ સ્ટાર્સ તેમના બેંગલુરુના ઘરેજ રહી રહ્યા છે. અહેવાલો અનુસાર હવે દીપિકા પાદુકોણને કોરોના ચેપ લાગ્યો છે. અગાઉ તેમના પિતાને કોરોના ચેપ લાગ્યો હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે ચાહકો રણવીર સિંહ માટે પરેશાન થઈ રહ્યા છે અને તેમની તબિયતની સ્થિતિ જાણવા માગે છે.

દીપિકા પદુકોણ કોરોના સંક્રમિત

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા દીપિકા પાદુકોણને કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી છે. અભિનેત્રીના ચાહકો જલ્દીથી દીપિકાની સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. અત્યારે, રણવીર સિંહ પણ અભિનેત્રીની સાથે બેંગલુરુમાં છે, પરંતુ તેમની તબિયત સંબંધિત કોઈ અપડેટ સામે આવી નથી. આવી સ્થિતિમાં ચાહકોની બેચેની વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાહકો સતત સવાલ કરે છે કે અભિનેતાની તબિયત કેવી છે . અભિનેત્રી અને તેમના પતિ રણવીર સિંહે પણ કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

પરિવારના અન્ય સભ્યો પણ કોરોના સંક્રમિત

જણાવી દઈએ કે મંગળવારે દીપિકાના પરિવારના અન્ય સભ્યોના કોરોના સંક્રમિત થવાનાં સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. તબિયત ખરાબ હોવાને કારણે તેમના પિતા પ્રકાશ પાદુકોણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દીપિકા પાદુકોણની માતા ઉજાલા અને બહેન અનિષાને પણ કોરોના ચેપ લાગ્યો હતો. જ્યાં પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, માતા અને બહેન ઘરે જ હોમ આઈસોલેશન પર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકાના પિતાને તાવ ઓછો ન થવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા, પરંતુ હવે તે સ્વસ્થ થઈ રહ્યા છે અને આ અઠવાડિયાના અંત સુધીમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.

પિતાને હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા દાખલ

પ્રકાશ પાદુકોણની હાલત પહેલા કરતાં વધુ સારી છે અને તેમની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે. પ્રકાશ પાદુકોણના નજીકના મિત્ર વિમલ કુમારે તેમની તબિયત વિશે જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલા પ્રકાશ, તેમની પત્ની ઉજાલા અને પુત્રી અનિષામાં કોરોનાના ચિન્હો દેખાયા હતા, જેના પછી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્રણેય સંક્રમિત મળ્યા હતા. ત્યારબાદથી ત્રણેય ક્વોરેન્ટીનમાં હતા.

Next Article