દયા બેન આગામી 2 વર્ષ તારક મહેતામાં જોવા નહીં મળે ! શું બીજી વારની પ્રેગ્નેન્સી છે કારણ ?

|

Dec 24, 2021 | 3:27 PM

દિલીપ જોશીની દિકરી નિયતીના લગ્નમાં દિશા વાકાણીને આમંત્રણ હોવા છતાં તે હાજર ન રહી જેને લઇને હવે લોકો માની રહ્યા છે કે તે પ્રેગ્નેન્સીના કારણે લગ્નમાં હાજર ન રહી શકી.

દયા બેન આગામી 2 વર્ષ તારક મહેતામાં જોવા નહીં મળે ! શું બીજી વારની પ્રેગ્નેન્સી છે કારણ ?
Taarak Mehta’s Dayaben pregnant for second time ? will fans have to wait for Daya bhabhi's comeback ?

Follow us on

ભારતમાં સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka Oolath Chashmah), જેણે વર્ષોથી પોતાના ઓડિયન્સના દિલમાં એક ખાસ જગ્યા બનાવીને રાખી છે. આ શોના સ્ટાર્સ પણ લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આ પાત્રોએ લોકોને એટલા જકડીને રાખ્યા છે કે ઘણા સ્ટાર્સના શો છોડ્યા બાદ પણ લોકો તેમની પાછા આવવાની કામના કરી રહ્યા છે અને આમાં સૌથી પહેલું નામ દિશા વાકાણી (Disha Vakani) એટલે કે દયા બહેનનું છે.

દયા બેનની કોમિક સ્ટાઈલ શો છોડ્યાના 4 વર્ષ સુધી લોકોના મગજમાં છે. આ પાત્ર ભજવનારી અભિનેત્રી દિશા વાકાણીનો એટલો બધો ક્રેઝ છે કે લોકો તેના અંગત જીવન પર પણ નજર રાખે છે. હવે દિશાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં તે બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

લોકો આપવા લાગ્યા અભિનંદન

આ તસવીર દિશાના ઓફિશિયલ પેજ પરથી શેર નથી થઇ પરંતુ તેના નામના કેટલાક ફેન પેજ પર શેર કરવામાં આવી છે. તસવીર સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર દિશા વાકાણીને અભિનંદન પાઠવવા લાગ્યા અને તેની સારી તબિયતની કામના કરવા લાગ્યા. જો કે, આ તસવીર કેટલી સાચી છે તેને લઇને કોઇ સ્પષ્ટતા નથી પરંતુ જો આ વાત સાચી છે તો દયા બેન હજી પણ લાંબો સમય શોમાં નહીં જોવા મળે.

દિલીપ જોશીની દિકરી નિયતીના લગ્ન હાલમાં ખૂબ ચર્ચામાં રહ્યા. આ લગ્નમાં દિશા વાકાણીને પણ આમંત્રણ હોવા છતાં તે હાજર ન રહી જેને લઇને હવે લોકો માની રહ્યા છે કે તે પ્રેગ્નેન્સીના કારણે લગ્નમાં હાજર ન રહી શકી. દયા બેન 2017 થી આ શોમાં જોવા નથી મળ્યા. દિશા વાકાણીની જગ્યાએ મેકર્સે અન્ય કોઈ દયા બેનને શોમાં જગ્યા આપી નથી. વર્ષ 2017માં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો.

 

આ પણ વાંચો –

Surat: શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવાઇ, સાંસદ દર્શના જરદોશ અને પાટીલે ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

આ પણ વાંચો –

Harbhajan Singh : હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 23 વર્ષની કારકિર્દીને અલવિદા કહી

આ પણ વાંચો –

FIFA ની 2022ની આંતરરાષ્ટ્રીય યાદીમાં 18 ભારતીય ફૂટબોલ રેફરીની પસંદગી કરાઈ, 14 પુરુષ અને 4 મહિલા રેફરીનો સમાવેશ

Next Article