Dating : દિશા પાટણીના બોયફ્રેન્ડ પર ક્રિતી સેનનની નજર, કેવી રીતે બનાવશે દિલ જીતવાનો પ્લાન ?

|

Aug 22, 2021 | 5:29 PM

ઇન્ટરવ્યૂમાં રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન, ક્રિતી સેનનની સામે એક રમુજી પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો કે પ્રભાસ, ટાઇગર શ્રોફ અને કાર્તિક આર્યન વચ્ચે તે કોની સાથે ફ્લર્ટ, ડેટ અને લગ્ન કરવાનું પસંદ કરશે?

Dating : દિશા પાટણીના બોયફ્રેન્ડ પર ક્રિતી સેનનની નજર, કેવી રીતે બનાવશે દિલ જીતવાનો પ્લાન ?
Kriti Sanon

Follow us on

સાઉથ સુપરસ્ટાર પ્રભાસના લાખો મહિલા ચાહકો છે. એટલું જ નહીં, ગ્લેમર જગતની ઘણી સુંદરીઓ પણ બાહુબલી સ્ટારના આકર્ષણના દિવાના છે અને હવે અભિનેત્રી ક્રિતી સેનન પણ આ યાદીમાં જોડાઈ ગઈ છે. હકીકતમાં, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન, ક્રિતી સેનન (Kriti Sanon) ની સામે એક રમુજી પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો કે તે પ્રભાસ, ટાઇગર શ્રોફ અને કાર્તિક આર્યનમાંથી કોની સાથે ફ્લર્ટ, ડેટ કરવા અને લગ્ન કરવા માંગે છે ?

તેથી ક્રિતી પહેલા થોડી મૂંઝવણમાં દેખાઈ પરંતુ પછી તેણે તેના જવાબથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ક્રિતીએ કહ્યું કે તે કાર્તિક આર્યન, ટાઇગર શ્રોફને ડેટ કરવા અને પ્રભાસ સાથે લગ્ન કરવાનું પસંદ કરશે. ક્રિતીનો આ જવાબ સાંભળીને દિશા પાટણીનું ટેન્શન ચોક્કસપણે વધી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ત્રણેય કલાકારો સાથે બની ચુકી છે ક્રિતીની ઓનસ્ક્રીન જોડી

ક્રિતી સેનન ટાઇગર શ્રોફ, કાર્તિક આર્યન સાથે કામ કરી ચુકી છે અને પ્રભાસ સાથે તે ટૂંક સમયમાં ફિલ્મ ‘આદિપુરુષ’ માં જોવા મળશે. જ્યાં ક્રિતીએ ટાઈગર સાથે ફિલ્મ ‘હીરોપંતી’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે જ સમયે, ક્રિતી કાર્તિક આર્યન સાથે લુકા છુપ્પી ફિલ્મમાં જોવા મળી છે.

ક્રિતીના જન્મદિવસ પર પ્રભાસનો ખાસ સંદેશ

તાજેતરમાં, ક્રિતી સેનન તેમનો 31 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમના જન્મદિવસના દિવસે ઘણા ફિલ્મી સ્ટાર્સે ખૂબ ખૂબ શુભેચ્છાઓ મોકલી હતી.આ યાદીમાં સાઉથ સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) નું નામ પણ સામેલ હતું. તેમણે (પ્રભાસે) ક્રિતીની એક સુંદર તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વળી, તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપતી વખતે લખ્યું હતું કે, ‘તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,’ ક્રિતી સેનન ‘, આદિપુરુષના સેટ પર તમે જે ઉર્જા (એનર્જી) લઈને આવો છે તે અમૂલ્ય છે.


‘મિમી’ માં અભિનય કરીને જીતી લીધું દિલ

તાજેતરમાં રિલીઝ થયેલી પંકજ ત્રિપાઠી અને ક્રિતી સેનનની ફિલ્મ ‘મિમી’ ને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે. ક્રિતીની શાનદાર અભિનયે પણ દર્શકોના દિલ જીતી લીધા છે. ઘણા લોકો આ ફિલ્મમાં તેમના અભિનયને આજ સુધીનો શ્રેષ્ઠ અભિનય ગણાવી રહ્યા છે. ક્રિતી સેનનની આગામી ફિલ્મોની વાત કરીએ તો, ક્રિતી સેનનએ તાજેતરમાં વરુણ ધવન સાથે ફિલ્મ ભેડિયાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ સાથે ક્રિતી આદિપુરુષ, બચ્ચન પાંડે, હમ દો હમારે દો અને ગણપતમાં જોવા મળશે.

 

આ પણ વાંચો :- Tiger 3 ના સેટ પરથી સલમાનનો લુક થયો લીક, જોઈને ફેન્સ બોલ્યા “શું લૂક છે ભાઈજાન”, જુઓ તસ્વીર

આ પણ વાંચો :- Chiranjeevi Net Worth: સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી પાસે છે અધધધ સંપત્તિ, ફિલ્મો સાથે રાજનીતિમાં પણ હીટ

Next Article