મોડર્ન સિંગર્સ પર દલેર મહેંદીનો કટાક્ષ,”અઢી કલાકમાં બનેલા ગીત અઢી દિવસ પણ નથી ચાલતા”

|

Jan 31, 2021 | 1:20 PM

જાણીતા સિંગર દલેર મહેદીએ મોર્ડન સિગર્સ ઉપર કટાક્ષ કરતા કહ્યુ છે કે, અઢી કલાકમાં તૈયાર થતા ગીત અઢી દિવસ પણ નથી ચાલતા. અત્યારના સમયમાં સ્ટુડિયોમાં કલાકાર સાથે પ્રોગ્રામર સ્ટુડિયોમાં બેઠા હોય છે. જે સાથે મળીને બે-અઢી કલાકમાં ગીત તૈયાર કરી દેતા હોય છે.

મોડર્ન સિંગર્સ પર દલેર મહેંદીનો કટાક્ષ,અઢી કલાકમાં બનેલા ગીત અઢી દિવસ પણ નથી ચાલતા
દલેર મહેંદી

Follow us on

લગ્ન હોય અને Daler Mehndiના ગીત ‘તુણક તુનક તુન’ કે ‘ના ના ના રે’ ના સંભળાય એવું ભાગ્યે જ બનતું હોય છે. સિંગર દલેર મહેંદી (Daler Mehndi) પહેલાથી જ લોકપ્રિય રહ્યા છે. દલેરે હાલમાં લાંબા સમય બાદ તેમનો એક મ્યુઝિક વીડિયો ‘ઇશ્ક નચાવે’ રિલીઝ કર્યો. બે દાયકાથી જૂનાં દલેરના ગીતો આજે પણ દરેક પાર્ટીમાં વાગે છે.

મોડર્ન સિંગર્સ પર કર્યો કટાક્ષ

દલેરને પૂછવામાં આવ્યું હતું કે અત્યારના સમયમાં કેટલાક કલાકારો મહિનામાં બે કે ત્રણ ગીતો રિલીઝ કરે છે. આ કલાકારો સાથે સ્પર્ધા કરવા તમે તૈયાર છો?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ત્યારે દલેરે બહુ રસપ્રદ જવાબ આપ્યો હતો. દલેરે કહ્યું “અત્યારના સમયમાં સ્ટુડિયોમાં કલાકાર સાથે પ્રોગ્રામર સ્ટુડિયોમાં બેઠા હોય છે. જે સાથે મળીને બે-અઢી કલાકમાં ગીત તૈયાર કરી દેતા હોય છે. ત્યાર બાદ એક દિવસમાં વીડિયો શૂટ કરી લે છે. આ રીતે બે-અઢી કલાકમાં બનેલા ગીતો અઢી દિવસથી વધુ ચાલતા પણ નથી. કલાકારો આમાં ક્રિએટીવીટી કેવી રીતે લાવી શકશે. હું મારા ગીતોમાં ઘણી મહેનત અને સમય આપું છું. તેથી જ બે દાયકા પછી પણ મારા ગીતો નવા જેવા લાગે છે અને લોકો તેને સાંભળે છે.”

આ ઉપરાંત દલેરે એના નવા ગીત વિષે પણ વાત કરી હતી.

Next Article