Coronavirus ની ઝપેટમાં આવ્યા સુપર સ્ટાર Allu Arjun, ચાહકોને કરી આ ખાસ અપીલ

|

Apr 28, 2021 | 8:08 PM

કોરોના વાયરસની બીજી લહેરનો કહેર દરરોજ વધી રહ્યો છે. આમ લોકોથી લઈને ખાસ સુધી દેશની અનેક મોટી હસ્તીઓ આ રોગચાળાનો શિકાર બની રહી છે.

Coronavirus ની ઝપેટમાં આવ્યા સુપર સ્ટાર Allu Arjun, ચાહકોને કરી આ ખાસ અપીલ
Allu Arjun

Follow us on

કોરોના વાયરસની બીજી લહેરનો કહેર દરરોજ વધી રહ્યો છે. આમ લોકોથી લઈને ખાસ સુધી દેશની અનેક મોટી હસ્તીઓ આ રોગચાળાનો શિકાર બની રહી છે. આ બધાની વચ્ચે, દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા અલ્લૂ અર્જુન પણ આ રોગચાળાની પકડમાં આવી ગયા છે.

આ માહિતી ખુદ અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. અલ્લૂ અર્જુન સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. અલ્લૂ અર્જુને તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં, તેમણે પોતાને કોરોના વાયરસથી ચેપગ્રસ્ત હોવાનું જણાવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અલ્લૂ અર્જુને પોતાના નિવેદનમાં કહ્યું છે કે ‘બધાને હેલો, મને કોવિડ 19 નો ચેપ લાગ્યો છે. હું જાતે જ હોમ આઈસોલેટ થઈ ગયો છું અને બધા જરૂરી પ્રોટોકોલને અનુસરી રહ્યો છું. હું દરેકને અપીલ કરું છું કે જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ તેમની તપાસ કરાવવી જોઇએ. હું મારા બધા ચાહકો અને શુભેચ્છકોને વિનંતી કરું છું કે કૃપા કરીને પરેશાન ન થતા હું ઠીક છું. ઘરે રહો અને સુરક્ષિત રહો.’

 

સોશિયલ મીડિયા પર અલ્લૂ અર્જુનની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેતાના ઘણા ચાહકો અને તમામ સોશિયલ મીડિયા યુઝર્સ તેમની પોસ્ટ પર તેમનો પ્રતિસાદ આપી રહ્યા છે. સાથે કોમેન્ટ કરી તેમને જલ્દી સ્વસ્થ થવાની પ્રાથનાં કરી રહ્યા છે. અગાઉ અલ્લૂ અર્જુન બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી દિશા પાટણીના નવા ગીત ‘સીટી માર’ના વખાણ કરવા માટે ચર્ચામાં રહ્યા હતા.

સલમાન ખાને તાજેતરમાં તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર સુપરસ્ટાર અલ્લૂ અર્જુનનો આભાર માન્યો છે. સલમાન ખાને ‘સીટી માર’ ગીતની લિંક ટ્વિટર પર શેર કરી અને લખ્યું, ‘અલ્લુ અર્જુન સીટી માર માટે આભાર, તમે આ ગીતમાં જે પ્રદર્શન કર્યું તે અદ્ભુત છે. તમારું નૃત્ય, શૈલી અને સાદગી દરેક વાત કમાલ છે. ધ્યાન રાખજો અને સુરક્ષિત રહો. તમારા પરિવારને ખૂબ પ્રેમ. લવ યુ ભાઈ.

સલમાનના આ ટ્વીટ પર અલ્લૂ અર્જુને પણ જવાબ આપ્યો છે. આ ટ્વીટ પર ટિપ્પણી કરતાં અલ્લૂ અર્જુને લખ્યું, ‘આભાર સલમાન ગુરુ. તમારી પાસેથી કોમ્પ્લીમેન્ટ મેળવવું એ ખુબ જ મોટી વાત છે. આ એક ખૂબ જ સારો જેસ્ચર છે. રાધેનો જાદુ સ્ક્રીન પર જોવા માટે રાહ જોઈ રહ્યો છું અને જોવા માંગુ છું કે ચાહકોનો સીટી માર તમારી સાથે કેવું રહે છે. પ્રેમ માટે આભાર. ‘

Next Article