Corona Vaccine: બોલિવુડ અભિનેતા સલમાન ખાને લીધો કોવિડ રસીનો બીજો ડોઝ

|

May 14, 2021 | 9:23 PM

સલમાન ખાન હાલમાં ‘Radhe- Your most wanted bhai’ ની સફળતાનો આનંદ માણી રહ્યો છે, તે મુંબઈમાં પોતાની કોવિડ -19 રસીનો બીજો ડોઝ લેવા રસીકરણ કેન્દ્ર પર જોવા મળ્યા.

Corona Vaccine: બોલિવુડ અભિનેતા સલમાન ખાને લીધો કોવિડ રસીનો બીજો ડોઝ

Follow us on

 

સલમાન ખાન હાલમાં ‘Radhe- Your most wanted bhai’ ની સફળતાનો આનંદ માણી રહ્યો છે, તે મુંબઈમાં પોતાની કોવિડ -19 રસીનો બીજો ડોઝ લેવા રસીકરણ કેન્દ્ર પર જોવા મળ્યા. તસવીરો અને વીડિયોમાં સલમાન બ્લેક ટી-શર્ટ, જીન્સ અને બ્લેક કેપમાં જોવા મળી રહ્યો છે. તેને રોગચાળાને લગતી જરૂરી સાવચેતીઓ લેતા પણ જોઈ શકાય છે. મુંબઈના દાદર કોહીનૂર ખાતે સલમાન ખાન ભાઈ સોહેલ ખાન સાથે જોવા મળ્યા હતા. સલમાનને જોવા ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

સલમાને 24 માર્ચે પોતાનો પહેલો ડોઝ લીધો હતો. તેણે આ વિશે ટ્વીટ કર્યું હતું અને તેના ચાહકોને અપડેટ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, “આજે મારી રસીનો પ્રથમ ડોઝ લીધો.” સોહેલ ખાન પણ કોવિડ -19 રસી લેવા રસીકરણ કેન્દ્ર પર જોવા મળ્યા. આ દરમિયાન સલમાન આજે તેના પરિવાર સાથે ઈદનો પ્રસંગ ઉજવી રહ્યો છે.

 

 

તાજેતરના મીડિયા સાથે વાત કરતા તેમણે ચાહકોને વિનંતી કરી કે તે તેના ઘરની બહાર અથવા અન્ય કોઈ અભિનેતાના ઘરની બહાર એકત્ર ન થાય. તેમણે કહ્યું હતું કે, “આ ઈદ ખૂબ જ અલગ હશે. દરેક વ્યક્તિ તેમના પોતાના રૂમમાં હશે. હું નીચે અને મમ્મી-પપ્પા ઉપર રહે છે. મારા ભાઈ-બહેનો આવશે. હું આશા રાખું છું કે મારા ઘરની બહાર કોઈ ભીડ નહીં હોય. ત્યાં કોઈ ન હોવું જોઈએ.”

 

 

વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો સલમાન હવે પૂજા હેગડે સાથે ‘કભી ઈદ કભી દિવાલી’, જેકલીન ફર્નાન્ડિઝ સાથેની ‘કિક 2’ અને કેટરીના કૈફ સાથે ‘ટાઈગર 3’ માં જોવા મળશે.

 

Published On - 7:57 pm, Fri, 14 May 21

Next Article