Holi 2021: ટીવી સ્ટાર્સ પણ રંગાઈ ગયા હોળીના રંગમાં, સેલેબ્સે અલગ-અલગ અંદાજમાં આપી હોળીની શુભકામના

|

Mar 29, 2021 | 10:41 AM

સોમવારે એટલે કે આજે દેશભરમાં હોળીના (holi) તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીનો આ તહેવાર લોકો રંગ, ડાન્સ અને મસ્તી સાથે મનાવે છે.

Holi 2021: ટીવી સ્ટાર્સ પણ રંગાઈ ગયા હોળીના રંગમાં, સેલેબ્સે અલગ-અલગ અંદાજમાં આપી હોળીની શુભકામના
ટીવી સિતારાઓએ આપી હોળીની શુભકામના

Follow us on

Holi 2021: સોમવારે એટલે કે આજે દેશભરમાં હોળીના (holi) તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીનો આ તહેવાર લોકો રંગ, ડાન્સ અને મસ્તી સાથે મનાવે છે. આ વર્ષે કોરોનાની(corona) મહામારીને કારણે હોળીના તહેવારની એ મજા નથી જે દર વર્ષ હોય છે. આમ છતાં પણ લોકો હોળીના તહેવારની ઉજવણી કરી છે. ટીવીના સેલેબ્સએ પણ હોળીની શુભેચ્છા પાઠવી હતી.

કોમેડિયન ભારતી સિંહથી ( Bharti singh ) લઈને ઉતરનની ટીના દત્ત (Teena dutt ) સુધી ટીવી સેલેબ્સએ ફેન્સને હોળીની શુભકામના પાઠવી હતી. તો દીપિકા સિંહએ એકલીએ જ હોળી મનાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

બિગ બોસ 14ના રનર એ રાહુલ વૈદ્યએ પણ હોળીની ઉજવણી કરી હતી. રાહુલે તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે આ તહેવારની ઉજવણી કરી હતી. રાહુલ અને દિશાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

કોમેડિયન ભારતીસિંહે એક વિડીયો શેર કરીને હોળીની શુભકામના પાઠવી હતી. આ દરમિયાન ભારતી પર રંગ પણ લાગેલો દેખાઈ છે.

નેહા પેડસેએ પણ તસ્વીર શેર કરીને હોળીની શુભકામના ફેન્સને આપી હતી. નેહાએ લખ્યું હતું કે, મારા પર એક અહેસાન કરો, હોળી ના રમો.

આ સિવાય દીપિકાએ એક વિડીયો શેર કર્યો છે. આ સાથે જ લખ્યું હતું કે, મારા મિત્રો આ આભાસી હોલી પાર્ટી સાથે. આ હોળી પર આપણા જીવનમાં ખુશહાલ, સંતૃષ્ટ અને સુરક્ષિત રહો. હોળી મુબારક. દીપિકા સિંહના આ વિડીયોએ સોશિયલ મીડિયામાં હંગામો મચાવી દીધો છે.

ટીવી સેલેબ્સની સાથે બૉલીવુડના તમામ સેલેબ્સએ અલગ-અલગ અંદાજમાં હોળીની શુભકામના પાઠવી હતી.

નોંધનીય  છે કે, કોરોનાની મહામારીને કારણે ધુળેટીના તહેવારની ઉજવણીનો રંગ પણ ફિક્કો પડયો છે.  અમુક શહેરમાં તો જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

Next Article