‘મૈંને પ્યાર કિયા’ -દોસ્તીથી લઈને પ્રેમ સુધીની સફર, જાણો ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

|

Dec 31, 2020 | 1:26 PM

મૈંને પ્યાર કિયા ફિલ્મ હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં સૌથી સફળ ફિલ્મનું સ્થાન ધરાવે છે. ત્યારે તમને જાણીને ખૂબ ખુશી થશે કે આ સુપરહીટ મુવીએ પૂરા કર્યા છે તેના 31 વર્ષ, ત્યારે આવો યાદ કરીએ આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો. સલમાન ખાનના કરિયરની આ સૌથી સફળ ફિલ્મ માની એક છે. આ ફિલ્મથી સલમાને લીડ એકટર […]

મૈંને પ્યાર કિયા -દોસ્તીથી લઈને પ્રેમ સુધીની સફર, જાણો ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Follow us on

મૈંને પ્યાર કિયા ફિલ્મ હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં સૌથી સફળ ફિલ્મનું સ્થાન ધરાવે છે. ત્યારે તમને જાણીને ખૂબ ખુશી થશે કે આ સુપરહીટ મુવીએ પૂરા કર્યા છે તેના 31 વર્ષ, ત્યારે આવો યાદ કરીએ આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

સલમાન ખાનના કરિયરની આ સૌથી સફળ ફિલ્મ માની એક છે. આ ફિલ્મથી સલમાને લીડ એકટર તરીકે કરીયરની શરુઆત કરી હતી. નિર્દેશક સૂરજ બડજાત્યાની આ ફિલ્મે સલમાન અને ભાગ્યશ્રી બંન્નેને ખૂબ સફળતા અપાવી હતી. તમે જોયુ જ હશે કે, સલમાન ખાન આ ફિલ્મમાં કેટલા દુબળા દેખાતા હતા અને આ દુબળાપણથી ખુદ સલમાન પણ પરેશાન હતા અને તેઓ તેમનું વજન વધારવા માટે આ ફિલ્મ દરમિયાન ખૂબ ખાતા હતા, આ વાત ખૂદ સલમાને  આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવી છે. સલમાન ખાન વજન વધારવા માટે કેળા ખાતો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ભાગ્યશ્રીનો લૂક થયો હતો લોકપ્રિય

ભાગ્યશ્રી રુઢિવાદી પરિવારથી છે. અને એટલે જ તેમને ફિલ્મમાં કોઈ કિસિંગ સીન માટે પરવાનગી નહોતી આપી. ભાગ્યશ્રીને આખી ફિલ્મમાં ફક્ત ચૂડીદાર પહેરવાની પરવાનગી મળી હતી. પણ તેમને એક સોંગમાં પહેલીવાર જીન્સ અને વન પીસ ડ્રેસ પહેર્યો હતો. અને જો કિંસીગ સીનની વાત કરીએ તો જ્યારે સોંગ માટે આ સીન કરવાનો હતો ત્યારે બંન્નેના વચ્ચે કાંચની દિવાલનો આઈડિયા લગાવ્યો હતો.

1989ની સુપરહીટ મુવી રહી હતી

તમને જણાવીએ કે, એ સમયમાં ફિલ્મનું બજેટ 2 કરોડ હતુ, જ્યારે કે તેની કમાણી 28 કરોડ રુપિયા રહી હતી. સલમાન ખાનને આ ફિલ્મ માટે 31 હજાર રુપિયા ફી મળી હતી. અને આ ફિલ્મ ખૂબ સુપરહીટ રહી હતી.

 

 

 

Next Article