Budget 2021: ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છલકાયા આંસુ – બજેટમાં કોઈ રાહત નહીં
સમગ્ર બજેટમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે કોઈ જ રાહત આપતા સમાચાર નથી આવ્યા. આખી ઇન્ડસ્ટ્રી રાહ જોઇને બેસી હતી પરંતુ નાણાં પ્રધાનના ભાષણમાં મનોરંજન જગત માટે કંઈ ખાસ નીકળ્યું નહીં.

Budget 2021: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રીએ સવારે 11 કલાકથી તે બજેટ ભાષણની શરૂઆત કરી હતી. આ બજેટ ભાષણ 1 કલાક 52 મિનીટ સુધી ચાલ્યું હતું. બજેટમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સમગ્ર બજેટમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે કોઈ સમાચાર નથી આવ્યા. આખી ઇન્ડસ્ટ્રી રાહ જોઇને બેસી હતી પરંતુ નાણાં પ્રધાનનું ભાષણમાં મનોરંજન જગત માટે કંઈ નીકળ્યું નહીં.
નાણામંત્રીએ મનોરંજન ઉદ્યોગ વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. આનો અર્થ એ કે મનોરંજન હજુ આપણા માટે એટલું મોંઘું જ રહેવાનું છે જેટલું અત્ય સુધી હતું. મૂવીઝ જોવા માટે તમારે આવતા વર્ષે પણ ખિસ્સા ખાલી કરવા પડી શકે છે. કારણ કે થિયેટરો અને મનોરંજન ઉદ્યાનો લગભગ એક વર્ષથી બંધ હતા. જેણે કારણે ખોટને પહોંચી વળવા ટિકિટના ભાવ વધારી શકે છે.
ટેક્સના દબાણમાં ફિલ્મ ઉદ્યોગ મનોરંજન ઉદ્યોગ લાંબા સમયથી જીએસટી અને બજેટમાં મનોરંજન કર ઘટાડવાની માંગ કરી રહ્યો છે. મનોરંજન ટેક્સની અસર સીધી રીતે સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે. જ્યારે મૂવીની ટિકિટના ભાવ વધુ હોય છે ત્યારે દર્શક થીએટરમાં આવતો બંધ થઇ જાય છે. અને જેનો સીધો અસર ફિલ્મ ઉદ્યોગો પર પડે છે.
સિંગલ વિંડો ક્લિયરન્સ પણ હોલ્ડ પર છે 2 વર્ષ પહેલા નાણાં પ્રધાને ફિલ્મ્સના શૂટિંગને મંજૂરી આપવા માટે એક જ વિંડો પરવાનગીની જાહેરાત કરી હતી. પરંતુ સુવિધાનું શું થયું? સરકારે પણ તે વિશે પોતાનો હેતુ સ્પષ્ટ કર્યો નથી. હાલમાં, રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર તરફથી શૂટિંગની પરવાનગી લેવાની રહેતી હોય છે.
કેસોમાં અટવાયેલી ઇન્ડસ્ટ્રી ભારે ભરખમ ટેક્સ આપવા સાથે કન્ટેન્ટ બનાવવા વાળા પ્રોડ્યુસરોને ઘણી સમસ્યામાંથી પસાર થવું પડી રહ્યું છે. ઘણા લોકો સામે સામે ઘણા કેસો નોંધાયેલા છે. અને આ કેસ લડવામાં પૈસા અને સમય બંને બગડે છે. સ્વાભાવિક છે કે આવી જટિલ પરિસ્થિતિઓમાં ફિલ્મ બનાવવાનું ટાળશે. આવી સ્થિતિમાં સરકારને ટેક્સનું નુકસાન થશે.
નાણાં પ્રધાને આપી હતી ખાતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડીલીગેશને કેટલાક સમય પહેલા નાણામંત્રી નિર્મલા સીતારામનની મુલાકાત લીધી હતી. આ મીટિંગમાં તેમણે કોરોનાના હુમલાને કારણે મનોરંજન જગતમાં પડી રહી આર્થિક સમસ્યાઓ ની ચિંતા નિરોલા સીતારમણ સામે રજુ કરી હતી. નાણાં પ્રધાને આ ટીમને ખાતરી આપી હતી કે તેમની ચિંતા ધ્યાનમાં લેવામાં આવશે. આવી સ્થિતિમાં, મનોરંજન જગતને આ બજેટથી વધુ અપેક્ષાઓ હતી. નિર્મલા સીતારામન જે પ્રતિનિધિ મંડળને મળ્યા હતા તેની અધ્યક્ષતા સન્ની દેઓલે કરી હતી. જે એક ફિલ્મ અભિનેતા સાથે સાથે સાંસદ પણ છે.