AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનારા 3 શૂટરોની ધરપકડ કરાઈ, એકની ઉંમર માત્ર 17 વર્ષ

Tiger Shroff Shooter Arrested: ટાઇગર શ્રોફ પર હુમલો કરવાના 3 આરોપીઓની રાજસ્થાનના કોટા ( Kota)માંથી ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાં સવાર હતા.

Breaking News : ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનારા 3 શૂટરોની ધરપકડ કરાઈ, એકની ઉંમર માત્ર 17 વર્ષ
| Updated on: Oct 19, 2026 | 1:13 PM
Share

Tiger Shroff Shooter Arrested: બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff )પર ગોળીબાર કરનારા ત્રણ આરોપીઓની રાજસ્થાનના કોટામાં ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય મુંબઈથી દિલ્હી જતી ટ્રેનમાં હતા. કોટા પોલીસે ત્રણ શૂટરોની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમને કોટા રેલ્વે સ્ટેશન પર પકડવામાં આવ્યા હતા. રેલ્વે કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી રામસ્વરૂપે પણ ટાઇગર પર હુમલામાં સામેલ ત્રણ શૂટરોની ધરપકડની પુષ્ટિ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ,કોટાના અન્ય સ્થળોની પોલીસ આ કાર્યવાહીમાં સામેલ નહોતી. આ કામગીરી ફક્ત કોટા પોલીસે જ હાથ ધરી હતી અને કોટા પોલીસે મોટી સફળતા મેળવી હતી.

ગોળીબાર કરનારા 3 શૂટરોની ધરપકડ કરાઈ

રવિવારે સાંજે, મુંબઈના જુહુ વિસ્તારમાં ત્રણ બાઇક સવાર હુમલાખોરોએ ટાઇગર શ્રોફની કાર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ હુમલાથી સનસનાટી મચી ગઈ. ટાઇગરને ગોળી વાગી ન હતી, પરંતુ તેને થોડી ઇજાઓ થઈ હતી. જોકે, તેના ડ્રાઇવર ફિરદોસ બલોચના હાથમાં ગોળી વાગી હતી. અન્ય એક વ્યક્તિને પણ ગોળી વાગી હતી. બંને હાલમાં હોસ્પિટલમાં છે અને ખતરાની બહાર છે.

View this post on Instagram

હુમલાખોરોમાં 17 વર્ષનો એક છોકરો

1. ટાઇગર પર હુમલામાં સામેલ એક આરોપીનું નામ ઋતિક કુમાર છે. તેના પિતાનું નામ રામુ મહતો છે અને તે બિહારના બેગુસરાયનો રહેવાસી છે. તે મુંબઈમાં રેપિડો ચલાવતો હતો.

2. બીજા આરોપીનું નામ રેહાન છે, જે 18 વર્ષનો છે. તેના પિતાનું નામ ઋષિદ્દીન અંસારી છે, અને આરોપી સોનીપત, હરિયાણાનો રહેવાસી છે.

3. ત્રીજો આરોપી સગીર છે. તેની ઉંમર 17 વર્ષ હોવાનું જણાવાયું છે અને તે પણ સોનીપત, હરિયાણાનો રહેવાસી છે.

મુંબઈ પોલીસે 15 ટીમો બનાવી

મુંબઈ પોલીસે ટાઈગર શ્રોફ પર હુમલાખોરોને પકડવા માટે 15 ખાસ ટીમો બનાવી. હુમલામાં વપરાયેલી પલ્સર બાઇક પોલીસે પહેલાથી જ જપ્ત કરી લીધી છે. આ પછી, વિવિધ શહેરોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.ટાઇગર શ્રોફ ગોળીબાર કેસમાં, હુમલાખોરો દ્વારા ઉપયોગમાં લેવાયેલી પલ્સર બાઇક અંધેરી રેલવે સ્ટેશન પરથી મળી આવી છે. પોલીસે બાઇકના ભૂતપૂર્વ માલિકોની પૂછપરછ શરૂ કરી છે.

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર થયો ગોળીબાર , દાદા ગુજરાતી જુઓ પરિવાર અહી ક્લિક કરો

 

Follow Us
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
07 November 2026 રાશિફળ: 12 રાશિના શુભ-અશુભ સંકેત
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
g clip-path="url(#clip0_868_265)">