
બુધવારે મોડી રાત્રે સિંગર ગુરુ રંધાવાના જીમમાં ગોળીબારનો મામલો સામે આવ્યો હતો. તેમનું જીમ, 24HS ફિટનેસ દિલ્હી, દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે ગોળીબારની જવાબદારી સ્વીકારી છે. ગોળીબારની માહિતી મળતાં જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ સમગ્ર ઘટના સલમાન ખાન સાથે જોડાયેલી હોવાનું જાણવા મળ્યું છે.
લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સાથે સંકળાયેલા અનિલ પંડિત યુએસએએ ઓડિયો નોટ અને ફેસબુક દ્વારા ગોળીબાર અને ધમકી આપવાનો દાવો કર્યો હતો. ગુરુ રંધાવાના જીમ પર ફાયરિંગ ત્યારે થયું જ્યારે તે જીમમાં હાજર ન હતો પરંતુ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી ગઈ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા ગ્રુપ અનિલ પંડિતનું કહેવું છે કે, આ જીમ પર ફાયરિંગ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે, સિંગર ગુરુ રંધાવા સલમાન ખાનનો નજીકનો મિત્ર છે. લોરેન્સ બિશ્રોઈ ગેંગે પહેલા પણ અનેક સિંગરના ઘરની આસપાસ ફાયરિંગ કર્યું છે.
હાલમાં સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સાથે જોડાયેલા અનિલ પંડિતે એક પોસ્ટ કરી છે લખ્યું કે,- ”(24 HS FITNESS DELHI) ગુરુ રંધાવાના જીમ પર ફાયરિગ થઈ છે. તે મે અનિલ પંડિત USA અને LAWRENCE BISHNOI ગ્રુપે કરી છે. આ સલમાન ખાનની ખુબ નજીકનો મિત્ર હતો. અમે પહેલા પણ આનો સમજાવ્યો હતો કે, આ અમારો દુશ્મન છે. આનાથી દુર રહેજે પરંતુ તે સમજયો નહી. તેમજ જેટલા પણ દેશદ્રોહી છે. જે દેશ વિરુદ્ધ શ્રડયંત્ર રચે છે. દુનિયાના કોઈ પણ ખુણામાં છુપાયેલો હશે ત્યાં જઈને મારીશું.
કાળિયાર શિકારને લઈ લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનની પાછળ છે. અભિનેતાને અનેક વખત મારવાની ધમકી મળી ચૂકી છે. આ સાથે તેના ઘરની બહાર પણ ફાયરિંગ થયું હતુ. ત્યારબાદથી અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે સિક્યોરિટી વગર તે જોવા મળશે નહી. સલમાન ખાનના નજીકના વ્યક્તિઓ પર હુમલા થઈ રહ્યા છે.
Published On - 9:58 am, Thu, 11 June 26