Breaking News : પાન મસાલા જાહેરાત વિવાદ! જો આરોપો સાબિત થાય તો શાહરૂખ, અક્ષય અને ટાઇગર સામે શું કાર્યવાહી થશે? જાણો

પાન મસાલાના સરોગેટ જાહેરાતોને લઈ મહારાષ્ટ્ર FDA કડક બન્યું છે. કમિશ્નર તુકારામ મુંઢેએ સ્પષ્ટ કર્યું કે, આરોપ સાબિત થવા પર સ્ટાર પર દંડની સાથે સાથે મોટી કાનુની કાર્યવાહી પણ થઈ શકે છે.

Breaking News  : પાન મસાલા જાહેરાત વિવાદ! જો આરોપો સાબિત થાય તો શાહરૂખ, અક્ષય અને ટાઇગર સામે શું કાર્યવાહી થશે? જાણો
| Updated on: Aug 19, 2026 | 9:01 AM

પોતાના ખુલ્લા નિવેદનોને લઈ ફેમસ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશ્નર તુકારામ મુંઢેએ પાન મસાલા બ્રાન્ડના સરોગેટ જાહેરાતને લઈ કડક નિયમો અપનાવ્યા છે. બોલિવુડના એ લિસ્ટ શાહરુખ ખાન, અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જેવા સ્ટારને પણ નોટિસ મોકલવામાં આવ્યા પછી હવે સવાલ ઉઠી રહ્યો છે કે, આ સ્ટાર પર ભ્રામક અને સરોગેટ જાહેરાતના આરોપ સાબિત થાય છે. તો પ્રશાસન તેના પર શું એક્શન લઈ શકે છે. આ સંપૂર્ણ મામલા પર વાત કરતા એફડીએ કમિશ્નર તુકારામ મુંઢે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, નિયમોથી ઉપર કોઈ પણ સ્ટાર નથી.

તુકારામ મુંઢે જણાવ્યું કે, વિભાગ લાંબા સમયથી આ જાહેરાતની ઉંડી ચર્ચા કરી રહ્યું હતુ. તેમણે કહ્યું કે, પગલું થોડું મોડું ઉઠાવવામાં આવ્યું છે પરંતુ અમે ગંભીરતાથી કામ કરી રહ્યા છીએ. સરોગેટ, ખોટી અને ભ્રામક જાહેરાતો સામે કડક નિયમો લાગુ છે. કોઈપણ પ્રકારની સરોગેટ અથવા ભ્રામક જાહેરાતો સખત પ્રતિબંધિત છે.

અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફની વધી શકે છે મુશ્કેલીઓ

જ્યારે તેને પુછવામાં આવ્યું કે, જો સ્ટાર તરફથી કોઈ જવાબ સંતોષકારક નહી આવે તો. શું પગલું લેવામાં આવશે? આના પર કમિશ્નરે સ્પષ્ટ કર્યું કે, પહેલા તબક્કામાં આ સ્ટાર પર 10 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે.આમ છતાં, જો તેઓ નિયમોનું ઉલ્લંઘન ચાલુ રાખે છે અથવા તેમનો પ્રતિભાવ સચોટ નથી, તો FSSAI કાયદાની પ્રતિબંધિત વસ્તુઓ સંબંધિત કલમો હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આખો મામલો શું છે ?

મહારાષ્ટ્રમાં ગુટખા અને પાનમસાલાના વેંચાણ અને પ્રચાર પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. તેમ છતાં તંબાકુ અને પાન મસાલા કંપનીઓ ઈલાયચી કે માઉથ ફ્રેશનરના નામ પર સરોગેટ જાહેરાત બનાવી ટીવી અને સોશિયલ મીડિય પર પ્રમોશન કરે છે.

તાજેતરમાં, FDA એ કડક વલણ અપનાવ્યું અને શાહરૂખ ખાન, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ અને અજય દેવગણ જેવા મોટા નામોને નોટિસ ફટકારી, તેમની પાસેથી સ્પષ્ટતા માંગી.વહીવટીતંત્રનો દલીલ છે કે આવી જાહેરાતો યુવાનોને સીધી ગેરમાર્ગે દોરે છે અને પ્રતિબંધિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપે છે.

અક્ષય કુમાર પહેલા પણ આ પ્રકારની જાહેરાતથી પોતાને અલગ કરવાનો વચન આપી ચૂક્યા છે. પરંતુ સ્ક્રીન પર જાહેરાતો સતત આવવાના કારણે સ્ટારને લોકો અને પ્રશાસન બંનેના કડક સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે, તુકારામ મુંઢેની આ કડક ચેતવણી પછી બોલિવુડના દિગ્ગજ સ્ટાર શું જવાબ આપે છે.

 

દાદા ગુજરાતી, નાનપણમાં ઘરે આવતા મહેમાનોને ભરતો હતો બચકાં, તો પિતાએ રાખી દીધું ટાઈગર નામ, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.