
બોલિવુડની ડાન્સિંગ ક્વીન અને ફેમસ પરફોર્મર નોરા ફતેહી ફરી એક વખત ઈતિહાસ રચવા માટે તૈયાર છે, શનિવારે આ ઓફિશિયલ રીતે સ્પષ્ટ થયું છે. નોરા ફતેહી કેનેડામાં યોજાનારા ફિફા વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. ત્યાં પરફોર્મ કરનારા સ્ટાર્સનું લિસ્ટ તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યું છે.મહત્વની વાત એ છે કે, આ વખતે પોતાના ડાન્સનો જલવો દેખાડશે સાથે ફૂટબોલના આ મહાકુંભમાં પોતાનો અવાજ પણ સાંભળવા મળશે. આ ગ્લોબલ ઈવેન્ટ 12 જૂનના રોજ ટોરન્ટના બીએમઓ ફીલ્ડમાં આયોજિત થશે.કતરમાં વર્લ્ડકપ પછી આ બીજી તક હશે. જ્યારે નોરા ફતેહી જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને પોતાની પ્રતિભાનું પ્રતિનિધિત્વ કરશે.
ફીફા વર્લ્ડકપ 2026ની ઓપનિંગ સેરેમની માટે કલાકારોનું લિસ્ટ સામે આવ્યું છે.જેમાં નોરાફતેહીનું નામ ખુબ ખાસ છે. ટોરન્ટોમાં થનારી આ ઈવેન્ટમાં નોરાની સાથે એલનિસ મોરિસસેટ,અલેસિયા કારા,અલીઆના અને માઈકલ બુબલ જેવા દિગ્ગજો કેનેડાના સ્ટાર કલાકારો પણ પરફોર્મન્સ કરશે. અમેરિકામાં થનારી આ સેરેમનીમાં કૈટી પેરી,અનીતા, લીસા અને રેમા જેવા ગ્લોબલ સુપરસ્ટારનું નામ પણ સામેલ છે. નોરા માટે આ ઉપલબ્ધિ એ માટે ખાસ છે કારણ કે, સતત બીજી વખત ફીફાની હાઈ પ્રોફાઈલ ઈવેન્ટનો ભાગ બનશે.
ફીફા વર્લ્ડકપના આ સમાચાર વચ્ચે નોરા ફતેહના થોડા સમય પહેલા વિવાદોમાં પણ રહી ચૂકી છે. સરકે ચુનરના હિન્દી વર્ઝન સાથે જોડાયેલો આ મામલો હતો. આ ગીતને લઈ દેશમાં ખુબ વિરોધ પણ થયો હતો. એવું કહેવામાં આવ્યું હતુ કે, આ ગીતમાં અશ્લીલ દર્શ્યો છે. વિવાદ એટલી વધી ગયો હતો કે, સરકે ચુનરના વિવાદિત વર્ઝનને યુટ્યુબમાંથી દુર કરવામાં આવ્યું હતુ. આ સાથે ગીત સાથે જોડાયેલા સ્ટાર, રાઈટર,સિંગર અને ડાયરેક્ટરે સાર્વજનિક રુપથી માફી માંગવી પડી હતી.નોરા ફતેહી એક આઈટમ સોન્ગ માટે કરોડો રુપિયાનો ચાર્જ લે છે. નોરા ફતેહીના લાખો ચાહકો છે. વિવાદ બાદ હવે ફીફા વર્લ્ડકપમાં ધુમ મચાવતી જોવા મળશે.
Published On - 9:28 am, Sun, 10 May 26