Breaking News : કેનેડામાં કપિલ શર્માના કાફે નજીક ચોથી વખત ગોળીબાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ?

કપિલ શર્માના કેનેડા કાફે પાસે ફરી એક ગોળીબારની ઘટના બની છે. આ ચોથી વખત ઘટના છે. રિપોર્ટ અનુસા ગોળીબારની ઘટનાઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી છે, કપિલ શર્માનું કેનેડામાં કાફે છે.

Breaking News : કેનેડામાં કપિલ શર્માના કાફે નજીક ચોથી વખત ગોળીબાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ?
| Updated on: May 03, 2026 | 1:06 PM

ભારતમાં ફેમસ કોમેડિયન કપિલ શર્મા ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. કેનેડામાં સ્થિત તેના કૈપ્સ કાફે પાસે ફરી એક વખત રેસ્ટોરન્ટ પર ગોળીબારની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ દાવા મુજબ આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્રોઈની ગેંગે લીધી છે. કપિલ શર્માને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી છે. સોશિયલ મીડિયા પર ટાયસન બિશ્રોઈ ઝોરા સિદ્ધુ નામના ફેસબુક અકાઉન્ટ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોળીબાર સરેની ચા સ્ટ્ટાબાર પર કરવામાં આવ્યો છે. જે કપિલ શર્માના કાફેની નજીક છે.

ગેંગે પોસ્ટ દ્વારા કપિલ શર્મા અને કાફે માલિકને ચેતવણી આપતા કહ્યું કે, તે તેનો સમય બરબાદ ન કરે અને લાઈનમાં આવી જાય. આગળ સંકેત આપ્યો કે, જો તેની શરત નહી માને તો કપિલ શર્માના કાફે અને મુંબઈ સ્થિત તેના ઘરને પણ આ પ્રકારનો ભોગ બનવું પડશે. પરંતુ આ સોશિયલ મીડિયા દાવાની હજુ આધિકારિક પુષ્ટી થઈ નથી.

2025થી આ હુમલો ચાલુ છે

કપિલ શર્માના કાફેને નિશાન બનાવવાની આ કોઈ પહેલી ઘટના નથી. વર્ષ 2025માં તેના કાફે પર હુમલો થયો હતો. 10 જુલાઈ 2025ના રોજ કૈપ્સ કાફેના ઉદ્ધાટનના થોડા દિવસો બાદ ગોળીબારી થઈ હતી. હુમલાખોરે કાફેની બારીઓ પર ગોળીબાર કર્યો હતો. 7 ઓગસ્ટ 2025ના રોજ એક મહિનાની અંદર બીજી વખત હુમલો કર્યો હતો. જેમાં કાફે પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. 15-16 ઓક્ટોબરના રોજ ચાર મહિનાની અંદર ત્રીજી વખત કાફેને નિશાન બનાવવામાં આવ્યું હતુ. આ હુમલા બાદ બિશ્રોઈ નેટવર્ક સાથે જોડાયેલા લોકોએ સોશિયલ મીડિયા પર આની જવાબદારી લીધી હતી.

સલમાન ખાન સાથેના સંબંધો

ગેંગેના દાવા અનુસાર કપિલ શર્માને નિશાને બનાવવાનું મુખ્ય કારણ તેનું બોલિવુડ અભિનેતા સલમાન ખાન સાથે કનેક્શન પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના લોન્ચ પર સલમાન ખાનને આમંત્રિત કરવાથી બિશ્રોઈ ગેંગ નારાજ થઈ હતી. આ પહેલા ગિરોહના એક સભ્યે પહેલા ચેતવણી પણ આપી હતી કે, કોઈ પણ સલમાન ખાનની સાથે કામ કરશે નહી. બાકી તેનું પરિણામ ભોગવવું પડશે.

કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ફરી ગોળીબાર, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

 

Published On - 12:36 pm, Sun, 3 May 26

Follow Us