Mangal Dhillon Passed Away: ફેમશ એક્ટર મંગલ ઢિલ્લોનનું નિધન, લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા અભિનેતા
સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબી અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક મંગલ ઢિલ્લોનનું નિધન થયું છે. કેન્સર સાથે લાંબી લડાઈ લડ્યા પછી, અભિનેતાનું અવસાન થયું અને આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહ્યું.

પંજાબી અને હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્દેશક મંગલ ઢિલ્લોનનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. મંગલને લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઢિલ્લોન લાંબા સમયથી કેંસરથી પીડાય રહ્યા હતા, ત્યારે આજે અભિનેતાનું અવસાન થયું અને આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહ્યું દીધુ છે. મંગલ ઢિલ્લોનના મૃત્યુથી અભિનેતાનો પરિવાર અને ચાહકો આઘાતમાં છે.
જન્મદિવસના એક અઠવાડિયા પહેલા મૃત્યુ
મળતી માહિતી મુજબ, મંગલ ઢિલ્લોન લાંબા સમયથી લુધિયાણાની હોસ્પિટલમાં દાખલ હતા. તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ કેન્સર સામેની લડાઈ લડતા તેમનું મૃત્યુ થયું હતું. સૌથી દુઃખદ વાત એ છે કે 18 જૂને તેમનો જન્મદિવસ હતો, પરંતુ જન્મદિવસના એક અઠવાડિયા પહેલા જ તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.
કોણ હતા મંગલ ઢિલ્લોન ?
મંગલ પંજાબના ફરીદકોટનો રહેવાસી હતા. તેમનો જન્મ પંજાબના ફરીદકોટ જિલ્લાના વાન્ડર જટાના ગામમાં એક શીખ પરિવારમાં થયો હતો. તેમણે ચોથા ધોરણ સુધી પંજ ગ્રામીણ કલાન સરકારી શાળામાં અભ્યાસ કર્યો. આ પછી તે તેના પિતા સાથે ઉત્તર પ્રદેશ ચાલ્યા ગયા હતા. હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ પંજાબ પાછા ફર્યા. સ્નાતક થયા પછી, તેમણે દિલ્હીમાં થિયેટરમાં કામ કર્યું અને 1979માં પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાં ભારતીય થિયેટર વિભાગમાં જોડાયા અને 1980માં અભિનયમાં ડિપ્લોમા પૂર્ણ કર્યો.
પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત હતા મંગલ ઢિલ્લોન
તમને જણાવી દઈએ કે મંગલ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. આ સિવાય તેણે ઘણી બોલિવૂડ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. તે 1988માં આવેલી ફિલ્મ ખૂન ભરી માંગમાં કેમિયો રોલમાં જોવા મળ્યો હતો. આ પછી તે મનોરંજનની દુનિયામાં સતત સક્રિય રહ્યો. મંગલ ઢિલ્લોન પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રખ્યાત હતા. તેણે ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું. એટલું જ નહીં, તેણે ઘણી ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું.
પોતાના કરિયરમાં તેણે કિસ્મત, ધ ગ્રેટ મરાઠા, મુજરીમ હાઝીર, રિશ્તા મૌલાના આઝાદ, નૂરજહાં જેવી સિરિયલોમાં કામ કર્યું હતું. બાદમાં તેને ફિલ્મો માટે રોલ પણ મળવા લાગ્યા. ખૂન ભરી માંગ પછી, તે ઘાયલ સ્ત્રી, દયાવાન, આઝાદ દેશ કે ગુલામ, પ્યાર કા દેવતા, અકેલા, દિલ તેરા આશિક, દલાલ, વિશ્વાત્મા, નિશાના જેવી ફિલ્મોમાં દેખાયો. જણાવી દઈએ કે મંગલ ઢિલ્લોન નિધનથી તેમના પરિવાર પર પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મંગલ ઢિલ્લોને 1994માં ચિત્રકાર રિતુ ધિલ્લોન સાથે લગ્ન કર્યા હતા.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
