Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયા ભાભીના પિતાનું નિધન

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઘરે ઘરે ફેમસ થયેલી દિશા વાકાણી પર દુખનો પહાડ તુટ્યો છે. દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું અવસાન થયું છે.

Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયા ભાભીના પિતાનું નિધન
| Updated on: Apr 07, 2026 | 12:49 PM

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા દરેક ઘરમાં ફેમસ થયેલી અભિનેત્રી દિશા વાકાણીના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દિશા વાકાણીના પિતા, પીઢ અભિનેતા ભીમ વાકાણીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ભીમ વાકાણીના મૃત્યુથી તેમનો પરિવાર સંપૂર્ણપણે તૂટી ગયો છે. દિશા વાકાણીના પિતાના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ અભિનેત્રીનો પરિવાર શોકમાં ડૂબેલો છે અને આ મુશ્કેલ સમયમાં ઘણા ચાહકો દિશા વાકાણી સાથે ઉભા છે.

કોણ છે દિશા વાકાણીના પિતા ભીમ વાકાણી

દિશા વાકણીના પિતા ભીમ વાકાણીએ લાંબા સમયસુધી એક્ટિંગની દુનિયામાં કામ કર્યું છે. તેમણે પોતાના કરિયરની શરુઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. જેમાં લાંબા સમયસુધી કામ કર્યું ત્યારબાદ બોલિવુડની ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. તેમણે આમિર ખાનની ફિલ્મ લગાનમાં પણ કામ કર્યું હતુ. આ ફિલ્મમાં તેનો નાનકડો રોલ હતો. આ સિવાય શાહરુખ ખાનની સ્વદેશ અને માધુરી દીક્ષિતની લઝ્ઝામાં પણ કામ કર્યું હતુ.

 

 

ભીમા વાકણીની દીકરી દિશા વાકાણીએ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં લાંબા સમય સુધી કામ કર્યું છે. તે સીરિયલના એપિસોડ નંબર 1320માં જોવા મળ્યા હતા. આ એપિસોડમાં તે બાબુજી ચંપકલાલના ફ્રેન્ડ માવજી છેડાના રોલમાં જોવા મળ્યા હતા. આ એપિસોડમાં તેઓ જોવા મળ્યા હતા.એપિસોડમાં બતાવવામાં આવ્યું છે કે બાઘા ભૂલથી માવજીને પ્રેશર કૂકરને બદલે 50,000 રૂપિયા રોકડા આપી દે છે, અને ભીડેને પૈસાને બદલે કૂકર આપે છે. આનાથી ઘણો હોબાળો થાય છે.

લાઈમલાઈટથી દુર રહે છે દિશા વાકાણી

તમને જણાવી દઈએ કે, દિશા વાકણી હાલમાં એક્ટિંગથી દુર છે અને લાઈમલાઈટમાં પણ આવતી નથી. દિશા વાકાણી માતા બન્યા પછી એક્ટિંગથી દુર છે. તે પોતાનો આખો સમય પરિવાર અને બાળકોની સંભાળ રાખવામાં પસાર કરે છે. અભિનેત્રી 2 બાળકોની માતા છે.દિશાના લગ્ન મુંબઈ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે થયા છે. તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ સાદગી તેને અન્ય સેલિબ્રિટી પાર્ટનર્સથી અલગ પાડે છે.

દિશા વાકાણીના પિતાનું થયું નિધન, આજે નીકળશે અંતિમ યાત્રા અહી ક્લિક કરો

 

Published On - 12:34 pm, Tue, 7 April 26

Follow Us