‘Veronica’ 14 વર્ષ પછી કમબેક કરી રહી છે? Cocktail 2 માં દીપિકા પાદુકોણના કેમિયોની ચર્ચા વચ્ચે ચાહકો ખુશ

‘Cocktail 2’ પહેલા દીપિકા પાદુકોણના વેરોનિકા તરીકે કેમિયો કરવાની ચર્ચાએ ફિલ્મ માટેનો ઉત્સાહ વધારી દીધો છે-જાણો શું છે હકીકત?

Veronica 14 વર્ષ પછી કમબેક કરી રહી છે? Cocktail 2 માં દીપિકા પાદુકોણના કેમિયોની ચર્ચા વચ્ચે ચાહકો ખુશ
breaking news Deepika Padukone Veronica Comeback Rumours in Cocktail 2 Spark Fan Excitement bollywood news
Image Credit source: Social Media
| Updated on: Apr 25, 2026 | 8:11 AM

બોલીવુડમાં જ્યારે પણ કોઈ આઇકોનિક પાત્રની કેમીઓની  ચર્ચા થાય છે, ત્યારે ચાહકોમાં ઉત્સાહ વધી જાય છે. હાલ પણ આવું જ કઈક જોવા મળી રહ્યું છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર વેરોનિકા તરીકે જોવા મળી શકે છે એવી ચર્ચાએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે.

આ વાત વાયરલ થતાં જ ચાહકોમાં જૂની યાદો ફરી તાજી થઈ ગઈ અને ફિલ્મ કોકટેલ 2ને લઈને ઉત્સાહ અચાનક વધી ગયો. વર્ષ 2012માં આવેલી ફિલ્મ કોકટેલમાં અભિનેત્રી દીપિકા પાદુકોણના ‘વેરોનિકા’ના પાત્રને દર્શકોએ ખુબ પસંદ કર્યું હતું. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને ડાયના પેન્ટી પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા.

હવે 14 વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ બની રહ્યો છે, જેમાં શાહિદ કપૂર , રશ્મિકા મંદાના અને ક્રિતી સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 19 જૂન 2026ના રોજ રિલીઝ થવાની છે.

સત્તાવાર પુષ્ટિ નથી

ફિલ્મ રિલીઝ પહેલા જ તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ ચર્ચાઓ સામે આવી રહી છે. ઓનલાઈન ચાલી રહેલી ચર્ચાઓ મુજબ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિલ્મમાં “વેરોનિકા” તરીકે કેમિયો કરતી જોવા મળી શકે છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેમને આ રોલ માટે ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી દીધું છે.

જોકે, ફિલ્મમેકર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ એક જ સમાચારને કારણે ચાહકોમાં જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

વેરોનિકાની ઝલક જોવા મળી શકે

ફિલ્મ કોકટેલમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ દ્વારા નિભાવાયેલ વેરોનિકા નો પાત્ર ખૂબ જ નિર્ભય અને સ્ટાઇલિશ હતો, જેણે તેમના કરિયરને નવી ઓળખ આપી હતી. આ જ કારણ છે કે આજ સુધી ચાહકો આ પાત્રને તેમની સૌથી યાદગાર પરફોર્મન્સમાં ગણે છે.

હવે જ્યારે કોકટેલ 2ની તૈયારી ચાલી રહી છે અને નવી સ્ટારકાસ્ટ સાથે ફિલ્મ રિલીઝ તરફ આગળ વધી રહી છે, ત્યારે દીપિકાની સંભવિત એન્ટ્રીની ચર્ચાએ ફિલ્મ પ્રત્યે લોકોની રસ વધુ વધારી દીધી છે. કહેવાઈ રહ્યું છે કે આ વખતે ફિલ્મમાં નવી સ્ટોરી અને નવા પાત્રો હશે, પરંતુ વેરોનિકાની એક ઝલક પણ જૂની ફિલ્મની યાદોને ફરી તાજી કરી શકે છે.

ઘણિવાર કરવામાં આવી વિનંતી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર થયેલી કેટલીક પોસ્ટ્સ મુજબ, અભિનેત્રી દીપિકા પાદુકોણને થોડા દિવસ પહેલા મુંબઈમાં મેડડોક ફિલ્મ્સના ઓફિસ પાસે જોવા મળ્યા હોવાની ચર્ચા છે. અહેવાલો અનુસાર, તેમને આ પ્રોડક્શન હાઉસની આવનારી પૌરાણિક ફિલ્મ ‘મહાવતાર’માં વિકી કૌશલ સાથે મુખ્ય ભૂમિકામાં લેવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.

ત્યારે બીજી કેટલીક પોસ્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે અભિનેત્રીને ફિલ્મ કોકટેલ 2 માં વેરોનિકાના પાત્રમાં કેમિયો કરવા માટે વિનંતી કરવામાં આવી હતી અને તેમણે આ માટે સંમતિ આપી છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.

સોશિયલ મીડિયા પર ચાહકોની પ્રતિક્રિયા ખૂબ જ ઉત્સાહજનક રહી છે. ઘણા ફેન્સ માને છે કે જો વેરોનિકાની વાપસી થાય, તો ફિલ્મ જોવાનો આનંદ બમણો થઈ જશે. કેટલાક યુઝર્સે તો એમ પણ કહ્યું કે ‘કોકટેલ’ની સાચી ઓળખ દીપિકાના પાત્રથી જ બની હતી અને તેમની હાજરી સિક્વલને વધુ ખાસ બનાવી શકે છે.

કેટલાક લોકો આ સંભાવિત એન્ટ્રીને સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે પણ જોઈ રહ્યા છે, જે ફિલ્મ માટે મોટું આકર્ષણ સાબિત થઈ શકે છે.

40ની ઉંમરે બીજીવાર માતા બનવા જઈ રહી બોલિવુડની આ ફેમસ અભિનેત્રી, દીકરીએ આપ્યા ગુડન્યૂઝ

Follow Us