બોક્સ ઓફિસ કલેક્શન : એટેક RRR સામે એટેક મચાવવામાં નિષ્ફળ, ધ કાશ્મીર ફાઇલ્સ હજુ પણ સફળ

Bollywood News : આ ત્રણેય ફિલ્મોનો પ્લોટ અલગ-અલગ હતો, પરંતુ ઓછા બજેટ અને ઓછા પ્રમોશન હોવા છતાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર જે કરિશ્મા બતાવ્યો છે તે જોઈને દરેક જણ દંગ રહી ગયા છે.

બોક્સ ઓફિસ કલેક્શન : એટેક RRR સામે એટેક મચાવવામાં નિષ્ફળ, ધ કાશ્મીર ફાઇલ્સ હજુ પણ સફળ
Attack Vs RRR (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 11, 2022 | 9:42 PM

છેલ્લા કેટલાક અઠવાડિયામાં એકથી વધુ ફિલ્મો સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આમાંથી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ (Box Office Collection) પર સફળ રહી હતી, જ્યારે કેટલીક સદંતર નિષ્ફળ ગઈ હતી. ગત તા. 11/03/2022ના રોજ રિલીઝ થયેલી વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) સતત 5મા સપ્તાહે બોક્સ ઓફિસ પર કબજો કરી રહી છે. આ પછી, ગત તા. 25/03/2022ના રોજ રીલિઝ થયેલી એસ.એસ. રાજામૌલીની બિગ બજેટ ફિલ્મ ‘RRR’ ત્રીજા અઠવાડિયામાં BO કલેક્શનના મામલામાં પોતાની અમીટ છાપ બનાવી રહી છે.

તે જ સમયે, ગત તા. 01/01/2022ના રોજ રીલિઝ થયેલી અભિનેતા જ્હોન અબ્રાહમની એક્શન ફિલ્મ ‘એટેક’, ધ કાશ્મીર ફાઇલ્સ અને RRRની સામે બોક્સ ઓફિસ પર ખુબ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

જાણો આ ત્રણેય ફિલ્મોએ અત્યાર સુધી કેટલી કમાણી કરી?

સૌથી પહેલા વાત કરીએ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની. અનુપમ ખેર અભિનીત આ ફિલ્મે 5મા સપ્તાહમાં પણ બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જમાવ્યો છે. આ ફિલ્મે ગઈકાલે 10 એપ્રિલ એટલે કે રવિવારે 1.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી 250.73 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

જાણો તરણ આદર્શે શું કહ્યુ ?

હવે વાત કરીએ જુનિયર NTR અને રામ ચરણ સ્ટારર ફિલ્મ ‘RRR’ની, તો આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં હજારો કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ત્રીજા સપ્તાહના રવિવારે 10.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મની અત્યાર સુધીની કમાણી 231.59 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એસએસ રાજામૌલીનો આ પીરિયડ ડ્રામા દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

જાણો શું છે ‘એટેક’ની પરિસ્થિતિ

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘RRR’ના જંગી BO કલેક્શને જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ને સીધી અસર કરી છે. ફિલ્મ ક્રિટીક્સના જણાવ્યા અનુસાર, આ ફિલ્મે 10 દિવસમાં કુલ 15 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જો કે, સારા રિવ્યુ મળવા છતાં જ્હોન અબ્રાહમની આ ફિલ્મનો જાદુ દર્શકો પર ચાલી શક્યો નહીં.

આ પણ વાંચો – The Kashmir Filesની સફળતા પછી ફરી એક થઈ ટીમ, ભારતની બે સાચી ઘટનાઓને ઉજાગર કરશે વિવેક અગ્નિહોત્રી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati