AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંગનાને દેશદ્રોહના કેસમાં બોમ્બે હાઈકોર્ટે નથી આપી કોઈ રાહત, 13 સપ્ટેમ્બર સુધી ટળી સુનાવણી

તમને જણાવી દઈએ કે કંગના રનૌત વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. કંગનાએ આ કેસ રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

કંગનાને દેશદ્રોહના કેસમાં બોમ્બે હાઈકોર્ટે નથી આપી કોઈ રાહત, 13 સપ્ટેમ્બર સુધી ટળી સુનાવણી
Kangana Ranaut
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 10:05 PM
Share

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કંગના રનૌત વિરુદ્ધ રાજદ્રોહ અને ઉશ્કેરણીજનક ટ્વીટ્સના કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટ (Bombay HighCourt)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ આ મામલાની સુનાવણી 13 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે કંગના રનૌત વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસને રદ કરવા માટે કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જેની સુનાવણી આજે એટલે કે બુધવારે કરવામાં આવી હતી. ખેડૂતોના આંદોલન દરમિયાન કંગના રનૌતે કરેલા ટ્વીટને લઈને ભારે ઉહાપો મચ્યો હતો. કંગનાના આ ટ્વીટ્સને કારણે મુંબઈની રહેવાસી મુન્નવરાલીએ કંગના અને તેની બહેન રંગોલી ચંદેલ વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.

અહેવાલો અનુસાર મુન્નાવરાલીએ પ્રથમ ફરિયાદ નોંધાવી, ત્યારે પોલીસે કેસ નોંધ્યો ન હતો, પરંતુ જ્યારે બાંદ્રા મેજિસ્ટ્રેટે દરમિયાનગીરી કરી, ત્યારે પોલીસે મેજિસ્ટ્રેટના આદેશ પર કંગના વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

કંગનાના ટ્વીટ પર થયો હતો ઉહાપો

કંગનાએ માત્ર ખેડૂતોના આંદોલન જ નહીં પણ બોલિવૂડ પર પણ જોરદાર હુમલો કર્યો હતો. તેના નિવેદનમાં ફરિયાદી મુન્નવરાલીએ કંગનાના એ ટ્વીટનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં અભિનેત્રીએ લખ્યું હતું કે “તેઓએ મરાઠા ગૌરવ પર એક પણ ફિલ્મ બનાવી નથી. ઈસ્લામ દ્વારા નિયંત્રિત આ ઈન્ડસ્ટ્રીમાં મેં મારું જીવન અને કારકિર્દી જોખમમાં મૂકી છે. મેં શિવાજી અને લક્ષ્મીબાઈ પર ફિલ્મ બનાવી છે.

મુન્નવરાલીએ કહ્યું કે આવા ટ્વીટ કરીને કંગના રનૌત કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહી છે. કંગનાના ટ્વીટ પરથી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ શકે છે. આ કિસ્સામાં ઘણી વખત કંગનાને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેથી તે પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવી શકે, પરંતુ ઘણા દિવસો સુધી અભિનેત્રી આ નોટિસને અવગણી રહી હતી અને તે પોતાનું નિવેદન નોંધાવા માટે પોલીસ સ્ટેશને પહોંચી ન હતી.

આ દરમિયાન જ્યારે કંગનાને લાગ્યું કે નિવેદન ન નોંધાવા બદલ તેની ધરપકડ થઈ શકે છે, ત્યારે તેણે કોર્ટમાં વચગાળાના જામીન  માટે અરજી કરી હતી, જે કોર્ટે સ્વીકારી હતી. જોકે કોર્ટે અભિનેત્રી અને તેની બહેનને 8 જાન્યુઆરીએ તેમના નિવેદન નોંધાવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો : Positive News: ઓક્ટોબરમાં આવશે બાળકો માટે વેક્સિન, નાગપુરમાં બાળકો ઉપર થયું ટેસ્ટીંગ, આખરી પરીણામની જોવાઈ રહી છે રાહ

g clip-path="url(#clip0_868_265)">