SALMAN KHAN: બોલીવુડના દબંગ ખાનનો પહેલો પગાર હતો ફક્ત આટલો, ફિલ્મો પહેલા કરતો હતો આ કામ

|

Jan 29, 2021 | 7:11 PM

બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની (SALMAN KHAN) ગણના આજે બોલીવુડના સુપરસ્ટારમાં થાય છે. સલમાન ખાન એક ફિલ્મ માટે કરોડો રૂપિયાની ફી વસુલે છે.

SALMAN KHAN: બોલીવુડના દબંગ ખાનનો પહેલો પગાર હતો ફક્ત આટલો, ફિલ્મો પહેલા કરતો હતો આ કામ
Salman Khan

Follow us on

બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની (SALMAN KHAN) ગણના આજે બોલીવુડના સુપરસ્ટારમાં થાય છે. સલમાન ખાન એક ફિલ્મ માટે કરોડો રૂપિયાની ફી વસુલે છે. સલમાન ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતો રહે છે. સલમાન ખાન સોશિયલ મીડિયામાં ((SOCIAL MEDIA)પણ ઘણો એક્ટિવ રહે છે. સલમાન ખાન ફેન્સથી જોડાયેલા રહેવા માટે તેની તસ્વીર અને વીડિયો શેર કરતો રહે છે.

 

હાલમાં જ સલમાન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે સલમાન ખાન ‘બિગ બોસ’ની ફીને લઈને ચર્ચામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બિગ બોસ 13(BIG BOSS-13) દરમિયાન સલમાનને દરેક એપિસોડ માટે 6.5 કરોડ રૂપિયા ફી લીધી હતી. સલમાન ખાનની ફીમાં લગાતાર વધારો થઈ રહ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે, સલમાન ખાનનો પહેલો પગાર કેટલો હતો?

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ‘સૌથી વધુ ફી લેનાર પૈકી એક છે. પરંતુ 1988માં તેણે એક્ટિંગની શરૂઆત કરી હતી. આ માટે સલમાનને માત્ર 75 રૂપિયાનો ચેક મળ્યો હતો. સલમાન ખાને એક ઈન્ટરવ્યૂમાં જુના દિવસને યાદ અને તેના પહેલા પગાર વિશે જણાવ્યું હતું. સલમાને કહ્યું હતું કે, મને લાગે છે, મારો પહેલો પગાર લગભગ 75 રૂપિયા હતો. મેં તાજ હોટેલના શોમાં પાછળ ડાન્સ કર્યો. મારો એક મિત્ર ત્યાં ડાન્સ કરતો હતો તો મને જોવા માટે લઈ ગયો હતો.

 

સલમાને કહ્યું હતું કે, આ પછી સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ માટે 750 રૂપિયા મળ્યા હતા. આ બાદ લાંબા સમય સુધી 1,500 રૂપિયા મળ્યા હતા. ‘મેને પ્યાર કિયા’ માટે 31,000 રૂપિયા મળ્યા હતા. જે બાદમાં વધારીને 75,000 કરવામાં આવ્યા હતા. સલમાને વર્ષ 2018માં ફોર્બ્સની દુનિયાના સૌથી વધુ ફી મેળવનારા એક્ટરની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

 

આ પણ વાંચો: TELEGRAMએ લોન્ચ કર્યું નવું ફીચર, હવે યુઝર્સ WHATSAPP ચેટને કરી શકશે ટ્રાન્સફર

Next Article