Yodha: સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે દિશા પટની, કરણ જોહરે કરી જાહેરાત

|

Dec 18, 2021 | 4:18 PM

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં જ પોતાની ફિલ્મ યોધાની જાહેરાત કરી છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

Yodha: સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે દિશા પટની, કરણ જોહરે કરી જાહેરાત
Disha Patani will be seen in Yoddha

Follow us on

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ (Sidharth Malhotra) હાલમાં જ પોતાની ફિલ્મ યોધાની જાહેરાત કરી છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ ગુસ્સાવાળા લુકમાં જોવા મળશે. કરણ જોહરના (Karan Johar) પ્રોડક્શન હાઉસ ધર્મા હેઠળ બની રહેલી ફિલ્મની મુખ્ય અભિનેત્રીની હવે જાહેરાત કરવામાં આવી છે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.

યોદ્ધામાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દિશા પટણી (Disha Patani) અને રાશિ ખન્ના જોવા મળશે. કરણે આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેણે ફિલ્મ સાથે જોડાનાર અગ્રણી અભિનેત્રી વિશે માહિતી આપી છે. કરણ જોહરે લખ્યું- અહીં યોદ્ધાની તેજસ્વી અને પ્રતિભાશાળી મહિલા લીડ છે. સુંદર, નિર્ભય અને મોહક દિશા પટની, પરિવારમાં આપનું સ્વાગત છે. રાશી ખન્ના સાથે જે ભૂમિકામાં પોતાની નિર્દોષતા અને સ્પાર્ક મૂકે છે. યોદ્ધા 11 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

દિશા પટનીએ એક પોસ્ટ શેર કરી છે

દિશા પટનીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફિલ્મ સાથે જોડાવાની માહિતી આપી છે. આ એક્શનથી ભરપૂર પ્રવાસમાં જોડાઈને ખૂબ આનંદ થયો. હું ટેક ઓફ માટે તૈયાર છું દોસ્તો. યોદ્ધા 11 નવેમ્બર 2022 રિલીઝ થઈ રહી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એકવાર એક્શન ફિલ્મથી ચાહકોનું દિલ જીતવા માટે તૈયાર છે. તેમની ફિલ્મ શેરશાહ સુપરહિટ સાબિત થઈ છે. ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે. હવે તે યોદ્ધામાં ફરીથી એક્શન કરતી જોવા મળશે. જેની ચાહકો રાહ જોઈ રહ્યા છે.

શાહિદ કપૂર હતા પહેલી પસંદ

તમને જણાવી દઈએ કે, અગાઉ આ ફિલ્મ શાહિદ કપૂરને ઓફર કરવામાં આવી હતી. પરંતુ ધર્મા પ્રોડક્શન સાથેના કેટલાક અણબનાવને કારણે શાહિદે આ ફિલ્મનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ આ ફિલ્મ સિદ્ધાર્થ મલ્હોત્રાને ઓફર કરવામાં આવી અને તેણે આ ફિલ્મ માટે હા પાડી.

 

આ પણ વાંચો: CBSE Syllabus Change: CBSEનો અભ્યાસક્રમ બદલાશે! NCERT કરી રહ્યું છે પુસ્તકોની સમીક્ષા

આ પણ વાંચો: Current Affairs: 4 રનવે ધરાવતું દેશનું પહેલું એરપોર્ટ કયું હશે ? સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ટોચના 10 પ્રશ્નો અને તેના જવાબો

Published On - 4:14 pm, Sat, 18 December 21

Next Article