Yoddha Song Teaser: માનુષી છિલ્લરનો આ અવતાર પહેલા ક્યારેય નહીં જોયો હોય, અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના ગીતનું ટીઝર રિલીઝ

|

May 21, 2022 | 4:08 PM

ગીતની એક ઝલક દરમિયાન માનુષી (Manushi Chillar) પોતાની આંખોથી બધું કહેતી જોવા મળે છે. આ ગીતના ટીઝરમાં અક્ષયની (Akshay Kumar) ઝલક પણ જોવા મળી રહી છે.

Yoddha Song Teaser: માનુષી છિલ્લરનો આ અવતાર પહેલા ક્યારેય નહીં જોયો હોય, અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજના ગીતનું ટીઝર રિલીઝ
Manushi Chhillar

Follow us on

Yoddha Song Teaser Out: અક્ષય કુમાર (Akshay Kumar) સ્ટારર ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના ગીત ‘યોદ્ધા’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. યોદ્ધા ગીતના ટીઝરમાં માનુષી છિલ્લરનો (Manushi Chillar) શાનદાર અવતાર જોવા મળી રહ્યો છે. આ ગીતમાં માનુષી સંપૂર્ણપણે યોદ્ધાના અવતારમાં જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં અભિનેત્રીની એક્ટિંગના ફેન્સ દિવાના બની ગયા છે. ડાન્સ કરતી વખતે માનુષીના એક્સપ્રેશન્સ અદ્ભુત છે. ગીતની એક ઝલક દરમિયાન માનુષી પોતાની આંખોથી બધું કહેતી જોવા મળે છે. આ ગીતના ટીઝરમાં અક્ષયની ઝલક પણ જોવા મળી રહી છે. પૃથ્વીરાજના રોલમાં અક્ષય અને સંયોગિતાના રોલમાં માનુષી છિલ્લર ખૂબ સારું કામ કરી રહ્યા છે.

અક્ષય કુમારે શું કહ્યું?

અક્ષય કુમારે આ ટીઝર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. વીડિયો શેર કરતાં અક્ષયે કેપ્શનમાં લખ્યું- ‘ગરિમા અને શૌર્યની ગાથા, હવે આ ગીતના સાક્ષી બનો, થિયેટરોમાં યોદ્ધાનું સંપૂર્ણ ગીત જુઓ. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે. ચાલો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના નામની ઉજવણી કરીએ YRF50 સાથે 3જી જૂને પૃથ્વીરાજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

અહીં અક્ષય કુમાર અને માનુષી છિલ્લરના ગીતની એક ઝલક

તમને જણાવી દઈએ કે, આ પહેલા અક્ષય કુમારની ફિલ્મનું વધુ એક ગીત – હદ કર દે પિયા રિલીઝ થયું હતું. આ ગીતમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર એકસાથે હોળીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ગીતમાં માનુષી લાલ રંગની લહેંગા ચોલી પહેરીને જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે અને હોળીનો ગુલાલ ઉડાડતી જોવા મળે છે.

અહીં જુઓ વિડિયો

આ પોસ્ટને શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું- ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને રાજકુમારી સંયોગિતા સાથે રંગોના તહેવારનો આનંદ માણો. ઉજવણી કરો. હદ કર દે ગીતનું ટીઝર જુઓ. તમે આખું ગીત સિનેમાઘરોમાં જ જોઈ શકશો. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે.

આ પહેલા ફિલ્મના અન્ય એક ગીત – હરિ હર ગીતનું ટીઝર સામે આવ્યું હતું. ગીતમાં અક્ષય કુમાર પૃથ્વીરાજના રૂપમાં પોતાની વિશાળ સેના સાથે યુદ્ધમાં નીકળતો જોવા મળે છે. ગીતમાં પૃથ્વીરાજ ચૌહાણનું ભવ્ય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.

Next Article