Yo Yo Honey Singh ના ગીત ‘કલાસ્ટાર’એ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એક દિવસમાં મળ્યા કરોડો વ્યૂઝ, જુઓ Video
Kalaastar Song: યો યો હની સિંહનું લેટેસ્ટ ગીત 'કલાસ્ટાર' તેના અગાઉના મ્યુઝિક આલ્બમ 'દેશી કલાકર'ની સિક્વલ છે, જે 2014માં રિલીઝ થયું હતું. લોકોએ આ ગીતને રિલીઝ થતાં જ પ્રેમ આપ્યો છે. આ મ્યુઝિક વીડિયોએ રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. ગીતનો વીડિયો રિલીઝ થયાને માત્ર એક દિવસ જ થયો છે અને તેને અત્યાર સુધીમાં 36 મિલિયન વ્યૂઝ મળ્યા છે. 'કલાસ્ટાર' ગીતના દર મિનિટે તેના વ્યૂઝ વધી રહ્યા છે.
Kalaastar Song: હાલમાં જ વેબ સિરીઝ ‘દહાડ’માં જોવા મળેલી એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા 9 વર્ષ બાદ ફરી રેપર યો યો હની સિંહ સાથે જોવા મળી રહી છે. બંનેએ રવિવારે તેમનો નવો ટ્રેક ‘કલાસ્ટાર’ રિલીઝ કર્યો. આ મ્યુઝિક વીડિયોએ રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. ગીતનો વીડિયો રિલીઝ થયાને માત્ર એક દિવસ જ થયો છે અને તેને અત્યાર સુધીમાં 36 મિલિયન વ્યૂઝ મળ્યા છે. ‘કલાસ્ટાર’ ગીતના દર મિનિટે તેના વ્યૂઝ વધી રહ્યા છે.
‘દેશી કલાકાર’ની સિક્વલ છે આ ગીત
આ ગીત સોનાક્ષી અને યો યો હની સિંહના અગાઉના મ્યુઝિક આલ્બમ ‘દેશી કલાકર’નું એક્સટેન્શન છે, જે 2014માં રિલીઝ થયું હતું. ગીતના મ્યુઝિક વીડિયોમાં યો યો હની સિંહ અને સોનાક્ષી વચ્ચેની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળે છે. આ ગીત વિશે વાત કરતાં સોનાક્ષી સિંહાએ શેર કર્યું, “9 વર્ષ પછી ફરી એકવાર યો યો હની સિંહ સાથે જોડાવાનો ઘણો આનંદ હતો. હની સાથે કામ કરવાની હંમેશા મજા આવે છે અને આ ગીત જે વાઈબ લાવે છે તે સ્વેગથી ભરપૂર છે.”
અહીં જુઓ ‘કલાસ્ટાર’ ગીત
સોનાક્ષીએ વધુમાં કહ્યું કે “સૌથી મોટી વાત એ છે કે તે ‘દેશી કલાકાર’નું એક્સટેન્શન છે જેને ફેન્સે ખૂબ જ પસંદ કર્યું હતું. મને આશા છે કે અમને આ વખતે પણ એવો જ રિસપોન્સ મળશે, કારણ કે ‘કલાસ્ટાર’ વર્તમાન સંગીત ક્ષેત્રમાં સૌથી આગળ છે.” ‘કલાસ્ટાર’ ઝી મ્યુઝિક કંપનીની યુટ્યુબ ચેનલ પર સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ છે.
આ ફિલ્મમાં જોવા મળશે સોનાક્ષી
સોનાક્ષીએ આ વર્ષની શરૂઆતમાં ‘દહાદ’ સાથે તેનું ઓટીટી ડેબ્યૂ કર્યું હતું. સોનાક્ષી સિન્હા સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત તેના પીરિયડ ડ્રામા ‘હીરામંડી’ માટે તૈયારી કરી રહી છે. ‘હીરામંડી’, જે આઝાદી પૂર્વેના ભારતની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, તે હીરામંડી જિલ્લાની ત્રણ પેઢીઓની જીવન કથા પર આધારિત છે. આ સિરીઝમાં રિચા ચઢ્ઢા, શર્મિન સેહગલ અને મનીષા કોઈરાલા પણ છે અને આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
આ પણ વાંચો: Tiger 3 Trailer: આ વખતે દેશ માટે નહીં પરંતુ પરિવાર માટે લડશે ટાઈગર, શાનદાર ટ્રેલર થયું રિલીઝ, જુઓ Video