ઓપનિંગ ડે પર લાઈગર હિટ, વિજય દેવરકોંડાની ફિલ્મે પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી

|

Aug 26, 2022 | 1:17 PM

ફિલ્મ લાઈગર (Liger) પ્રથમ દિવસે ટિકિટ વિન્ડો પર શાનદાર પ્રદર્શન કર્યું છે. લાઈગરે 'રક્ષા બંધન' અને 'લાલ સિંહ ચઢ્ઢા'ને પાછળ છોડી દીધા છે.

ઓપનિંગ ડે પર લાઈગર  હિટ, વિજય દેવરકોંડાની ફિલ્મે પહેલા દિવસે આટલા કરોડની કમાણી કરી
Liger
Image Credit source: Instagram

Follow us on

LigerVijay Deverakonda : સાઉથ સ્ટાર વિજય દેવેરકોંડા (Vijay Deverakonda)ની ફિલ્મ લાઈગર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ખુબ લાંબા સમયથી દર્શકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મના ટ્રેલરને પણ દર્શકોને ખુબ પસંદ આવ્યું હતુ. ત્યારબાદ લાઈગર ફિલ્મ થિયેટરમાં આવવાની લોકો રાહ જોઈ રહ્યા હતા, આ ફિલ્મમાં વિજય દેવેરકોંડાએ બોલિવુડમાં ડેબ્યુ કર્યું છે. અન્ન્યા પાંડએ તેલુગુ ઈન્ડસ્ટ્રી (Telugu Industry)માં એન્ટ્રી કરી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન કર્યું છે. પ્રથમ દિવસે ફિલ્મ શાનદાર પ્રદર્શન કર્યું છે.

પ્રથમ દિવસે આટલું કલેક્શન

શરુઆતના આંકડા અનુસાર વિજય દેવેરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગરે બોક્સ ઓફિસમાં સારું પ્રદર્શન કર્યું છે. પહેલા દિવસે આ ફિલ્મે 27 કરોડ રુપિયાનું ક્લેક્શન કર્યું છે. તેમને જણાવી દઈએ કે, ફિલ્મને તેલુગુંના દર્શકોએ ખુબ પસંદ કરી છે. વિજય દેવેરકોંડા સાઉથનો મોટો સ્ટાર છે. જેનો ફાયદો તેને ફિલ્મમાં તેલુગુ ભાષામાં 24.5 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે. જેનું અત્યારસુધીનું પ્રદર્શન સારું માનવામાં આવી રહ્યું છે.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

 

 

 

 

તમને જણાવી દઈએ કે, લાઈગરના પ્રથમ દિવસની કમાણી આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનથી પણ ખુબ સારી છે. રજાઓના દિવસોમાં રિલીઝ થયેલી આ બંન્ને સ્ટારની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર 20 કરોડના આંકડાઓને પણ પહોંચી શક્યો નથી. લાઈગરનું ક્લેક્શન આ બંન્ને ફિલ્મોથી ખુબ સારું છે,

અન્ય ભાષાઓમાં આટલું કલેક્શન કર્યું

વાત કરીએ ફિલ્મની બીજી ભાષાઓમાં ઓપનિંગ ડે પર 2.50 કરોડ રુપિયાનો કારોબાર કર્યો છે. આ ફિલ્મને પુરી જગન્નાથે ડાયરેક્ટ કર્યો છે. ખાસ વાત એ છે કે, લાઈગર મશહુર અમેરિકાના બોક્સર માઈક ટાઈસન પણ છે. આ તેની પ્રથમ ઈન્ડિયન ફિલ્મ છે.ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ લાઈગરથી વિજય દેવરકોંડા પોતાની બોલિવૂડ સફરની શરૂઆત કરી રહ્યો છે. તો અનન્યા પાંડે આ ફિલ્મ દ્વારા તેલુગુ સિનેમામાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા બોક્સરની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન તેની માતાનો રોલ કરી રહી છે. જેની ઝલક ટ્રેલરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અમેરિકન બોક્સર માઈક ટાયસન પણ કેમિયો રોલમાં જોવા મળશે.

Next Article