સંજય દત્તના દીકરાએ ખેંચ્યું ફેન્સનું ધ્યાન, લોકોએ કહ્યું- તે એકદમ ‘રોકી’ છે, એ જ લાંબા વાળ

Sanjay Dutt Son : બોલિવૂડ સ્ટાર્સની સાથે તેમના સંતાન પણ ભારે ચર્ચામાં રહે છે. કોઈપણ કામ કર્યા વગર માત્ર ગજબના લુકના કારણે સ્ટાર્સના સંતાન સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. હાલમાં સંજય દત્તનો દીકરો ભારે ચર્ચામાં છે.

સંજય દત્તના દીકરાએ ખેંચ્યું ફેન્સનું ધ્યાન, લોકોએ કહ્યું- તે એકદમ રોકી છે, એ જ લાંબા વાળ
sanjay dutt with son shahraan
Image Credit source: Youtube
| Edited By: | Updated on: Aug 08, 2023 | 11:41 PM

Viral Video : સંજય દત્તના (Sanjay Dutt) પરિવારનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંજય દત્ત તેના પરિવાર સાથે લંચ પર જોવા મળ્યો હતો. પાપારાજીએ સ્ટાર પરિવારની ઘણી તસવીરો ક્લિક કરી હતી. સંજયે મીડિયા સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન બધાની નજર સંજય દત્તના પુત્ર પર ટકેલી હતી. બધા સંજય દત્તના દીકરાને રોકી ભાઈ કહેવા લાગ્યા હતા.

સંજય દત્ત પરિવાર મુંબઈની ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં લંચ માટે પહોંચ્યો હતો. અભિનેતાની પત્ની માન્યતા દત્ત, પુત્રી ઇકરા દત્ત અને શાહરાન દત્ત પણ અહીં જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે દીકરી ઇકરા અને દીકરો શાહરાન ટ્વિન્સ છે. બંનેની ઉંમર 13 વર્ષની છે.

આ પણ વાંચો : તમન્ના ભાટિયાને મળવા માટે ફેને બેરિકેડ તોડી, આવીને પકડી લીધો અભિનેત્રીનો હાથ, જુઓ Video

સંજય દત્તના દીકરાએ ખેંચ્યું ફેન્સનું ધ્યાન

શાહરાન તેના પિતા જેવો જ દેખાય છે. તેણે તેના વાળ પણ એવી રીતે રાખ્યા છે કે તે તેને સંજય દત્તની રોકી સ્ટાઈલની યાદ અપાવે છે. જણાવી દઈએ કે આ વીડિયો 2023ના ફેબ્રુઆરી મહિનાનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ચંદ્ર પર મળ્યો શાહરુખ ખાનના નામનો ખાડો ! તમે બરાબર વાંચ્યુ, જાણો ચંદ્રના ખાડાઓની રસપ્રદ વાતો

સંજય દત્ત જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે તેના વાળ લાંબા હતા. તે એવો સ્ટાર રહ્યો છે જેની આ હેરસ્ટાઈલનો ક્રેઝ તેના લાંબા વાળ જોઈને પણ દેખાઈ આવતો હતો. અભિનેતાએ વર્ષ 1981માં ફિલ્મ રોકીથી ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચો : Badshah Song : બાદશાહનું નવુ રેપ Song “GONE GIRL” થયુુ રિલીઝ, જુઓ Video અને Lyrics

સંજય દત્તના પુત્ર શાહરાન વિશે એક યુઝરે લખ્યું કે, સંજય દત્તના બાળકો સંપૂર્ણપણે નરગીસ જી પાસે ગયા છે. ત્યાં એકે લખ્યું હતું પિતા જેવા પુત્ર. અન્ય એક ફેને લખ્યું કે, સંજુ બાબાનો દીકરો સુનીલ દત્ત બાબા જેવો જ છે. સંજય દંત્તએ વર્ષ 2008માં  માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા. તેમના ઘરે વર્ષ 2010માં જોડિયા બાળકોનો જન્મ થયો હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો