Allu Arjun Golden Visa : ઉર્વશી રૌતેલા બાદ UAE સરકારે અલ્લુ અર્જુનને આપ્યો ગોલ્ડન વિઝા, આ છે વિઝાની વિશેષતાઓ

|

Jan 20, 2023 | 12:00 PM

Allu Arjun Golden Visa : સાઉથ એક્ટર અલ્લુ અર્જુનને UAE સરકારે ગોલ્ડન વિઝા આપ્યા છે. હવે તે તેના પરિવાર સાથે ત્યાં વર્ષો સુધી રહી શકશે.

Allu Arjun Golden Visa : ઉર્વશી રૌતેલા બાદ UAE સરકારે અલ્લુ અર્જુનને આપ્યો ગોલ્ડન વિઝા, આ છે વિઝાની વિશેષતાઓ
Allu Arjun Golden Visa

Follow us on

Allu Arjun Golden Visa : સાઉથ સ્ટાર એક્ટર અલ્લુ અર્જુનને UAE સરકાર દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. અલ્લુ અર્જુને ખુદ ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના ફેન્સ સાથે આ વાત શેર કરી છે. તેણે દુબઈ સરકારનો પણ આભાર માન્યો હતો. UAEમાં ‘ગોલ્ડન વિઝા’ મેળવવું એટલું સરળ નથી. માત્ર જાણીતા અભિનેતાઓ, ડોકટરો, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો અને રોકાણકારો માટે જ ઉપલબ્ધ છે.

‘ગોલ્ડન વિઝા’ના ફાયદા શું છે?

આ ગોલ્ડન વિઝા મેળવનારા લોકો અબુધાબી અથવા UAEની રાજધાની દુબઈ જેવા અમીરાતમાં દસ વર્ષ સુધી રહી શકે છે. UAE સરકારે 2019માં વિદેશીઓને તેમના દેશમાં લાંબા સમય સુધી રહેવાની મંજૂરી આપવા માટે એક વિશેષ સિસ્ટમની સ્થાપના કરી છે. લાંબા ગાળાના રેસીડેન્સી વિઝા રજૂ કર્યા છે. શરૂઆતમાં તેનો કાર્યકાળ પાંચ વર્ષ સુધીનો હતો. બે વર્ષ કરતાં ઓછા સમય પહેલાં તે વધારીને દસ વર્ષ કરવામાં આવ્યું હતું. આ વિઝા ધારકો તેમના જીવનસાથી, બાળકો અને માતા-પિતા સાથે દસ વર્ષ સુધી અબુ ધાબીમાં રહી શકે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પણ વાંચો : Golden Visa: સંજય દત્ત બાદ ઉર્વશી રૌતેલાને મળ્યા UAEના ગોલ્ડન વિઝા, જાણો શું છે તેના ફાયદા

આ પછી સમયમર્યાદા વધારી શકાય છે. ગોલ્ડન વિઝા ધારકો 100% માલિકી સાથે તે દેશમાં પોતાનો વ્યવસાય પણ ચલાવી શકે છે. જો કે સામાન્ય લોકો માટે આ વિઝા મેળવવું શક્ય નથી. 2018ના કેબિનેટ ઠરાવ નંબર 56 મુજબ UAEમાં રહેવા માટે અરજી કરતાં રોકાણકારોની લઘુત્તમ આવક રૂપિયા 21 કરોડ હોવી જોઈએ અને જ્યારે સેલિબ્રિટીઝની વાત આવે છે ત્યારે તેઓ ખૂબ જ લોકપ્રિય હોય તો જ આ વિઝા માટે પાત્ર છે.

શાહરુખ ખાનથી થઈ હતી શરુઆત

UAE સરકાર તરફથી પ્રથમ ‘ગોલ્ડન વિઝા’ મેળવનારા પ્રથમ સેલિબ્રિટીમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને તેના પછી સંજય દત્ત અને સાનિયા મિર્ઝાને પણ ગોલ્ડન વિઝા મળ્યા હતા. કમલ હાસન, મામૂટી, મોહનલાલ, સોનુ સૂદ, મૌની રોય, બોની કપૂર, સંજય કપૂર, વરુણ ધવન, ઉર્વશી રૌતેલા, સુનીલ શેટ્ટી, નેહા કક્કર, ફરાહ ખાન, રણવીર સિંહ, રામ ચરણની પત્ની ઉપાસના, વિક્રમ, ત્રિશા, કાજલ અગ્રવાલ, દુલકર સલમાન, મીના, વિજય સેતુપતિ… ગોલ્ડન વિઝા મેળવનારા સેલિબ્રિટીઝની યાદી લાંબી છે. આ બધા તે દેશમાં કોઈપણ લાંબા ગાળાના નિયંત્રણો વિના મુક્તપણે રહી શકે છે.

તમને જણાવી દઈએ કે, દસ વર્ષની મુદત પૂરી થયા પછી વિઝા આપોઆપ રિન્યુ થાય છે. આ સંદર્ભમાં ‘ગોલ્ડન વિઝા’ મેળવનારા સેલિબ્રિટીઓ તેમજ ત્યાંના નાગરિકો કોઈપણ સમસ્યા વિના ત્યાં રહી શકે છે.

Next Article