The Gray Man Trailer Released : ધનુષની પહેલી હોલીવુડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ફુલ એક્શનમાં જોવા મળ્યા સાઉથના સુપરસ્ટાર

|

May 25, 2022 | 8:43 AM

The Greay Man : ફિલ્મના ટ્રેલરમાં ધનુષની અલગ સ્ટાઈલ સામે આવી છે. જે બાદ ફેન્સની ઘણી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ચાહકો ફિલ્મ માટે આતુર હતા, તેથી Netflixએ સોમવારે ફિલ્મના કલાકારોના કેટલાક પોસ્ટર પણ શેયર કર્યા હતા.

The Gray Man Trailer Released : ધનુષની પહેલી હોલીવુડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ફુલ એક્શનમાં જોવા મળ્યા સાઉથના સુપરસ્ટાર
Trailer for Dhanush's first Hollywood movie released

Follow us on

સાઉથ સ્ટાર ધનુષની હોલિવૂડ ફિલ્મ ‘ધ ગ્રે મેન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ સાથે એક્ટર ધનુષ (South Superstar Dhanush) પણ હોલીવુડની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે. ધનુષના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ચાહકોની આ રાહ પૂરી થઈ ગઈ છે. ફિલ્મ ‘ધ ગ્રે મેન’નું (The Gray Man) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં એક્શન સિક્વન્સ જોવા મળી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરમાં ધનુષની અલગ સ્ટાઈલ સામે આવી છે. જે બાદ ફેન્સની ઘણી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ચાહકો ફિલ્મ માટે આતુર હતા, તેથી Netflixએ સોમવારે ફિલ્મના કલાકારોના કેટલાક પોસ્ટર પણ શેયર કર્યા હતા.

અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર-

ટ્રેલર રિલીઝ પહેલા કુલ 4 પોસ્ટર સામે આવ્યા છે. જેમાંથી એક ધનુષનું પણ છે. Netflix દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટરોમાં, પ્રથમ પોસ્ટર ધનુષ પછી રાયન ગોસલિંગ, ક્રિસ ઇવાન્સ અને એના ડી આર્માસનું પાત્ર હતું. આ દરમિયાન, ધનુષના પાત્રને ‘ઘાતક શક્તિ’ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. રેયાન ગોસલિંગનું પાત્ર ‘અનકેચેબલ’ કહેવાયું છે. ફિલ્મને ક્રિસ ઇવાન્સ માટે “ધ અનસ્ટોપેબલ” અને એના ડી આર્માસ માટે “ધ અનટ્રેસેબલ” કહેવામાં આવી હતી.

આ નેટફ્લિક્સ ફિલ્મમાં ધનુષ કંઈક માંગતો જોવા મળે છે અને જો ન મળવા પર બંને કલાકારો વચ્ચે ઉગ્ર એક્શન સીન્સ છે. જે ખૂબ જ સારી રીતે ભજવવામાં આવ્યા છે. હંમેશની જેમ ધનુષ તેના પાત્રમાં એકદમ ફિટ બેસે છે. તે જ સમયે, ફિલ્મના અન્ય કલાકારોએ પણ ફિલ્મમાં પોતાનો જીવ આપ્યો છે. ટ્રેલરમાં, શરૂઆતમાં બધું શાંત છે, પરંતુ જેમ જેમ તમે આગળ વધો છો, પ્રથમ આતશબાજી જોવા મળે છે અને પછી લગભગ 25 સેકન્ડ પછી, ગોળીઓ અને બોમ્બ ધડાકા શરૂ થાય છે. જે કહે છે કે આ ફિલ્મ એક એક્શનથી ભરપૂર ફિલ્મ બનવા જઈ રહી છે. અને દર્શકોને પણ આ ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવશે.

જો કે, ફિલ્મમાં ધનુષનો રોલ શું છે તે અંગે હજુ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ પરદો ઉઠી જશે અને ખબર પડશે કે તે આ ફિલ્મમાં ક્યા રોલમાં જોવા મળશે.

Next Article