Tiranaga: પરિણીતિ ચોપરાની નવી ફિલ્મનું ટ્રેલર થયુ રિલીઝ, હાર્ડી સંધૂ સાથે રોમાન્સ કરતી જોવા મળશે

|

Sep 28, 2022 | 11:44 PM

અભિનેત્રી પરિણીતિ ચોપડા (Parineeti Chopra) હવે એકશન ફિલ્મ કોડ નેમ - તિંરગામાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયુ છે. આ ફિલ્મ આ વર્ષવી સૌથી મોટી જાસૂસી-થ્રિલર ફિલ્મ બની શકે છે. ફિલ્મનું ટ્રેલર એકશનથી ભરપૂર છે.

Tiranaga: પરિણીતિ ચોપરાની નવી ફિલ્મનું ટ્રેલર થયુ રિલીઝ, હાર્ડી સંધૂ સાથે રોમાન્સ કરતી જોવા મળશે
Tiranaga trailer
Image Credit source: File photo

Follow us on

Tiranaga : કોરોનાકાળ બાદ હવે ધીરે ધીરે ફિલ્મોના શૂટિંગ અને થિયેટરોમાં ફિલ્મો રિલિઝ થવાની શરુઆત થઈ છે અને બોલિવૂડ ફરી તેના જૂના અંદાજમાં પાછુ આવ્યુ છે. અભિનેત્રી પરિણીતિ ચોપરા (Parineeti Chopra) હવે એકશન ફિલ્મ કોડ નેમ – તિંરગામાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયુ છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી જાસૂસી-થ્રિલર ફિલ્મ બની શકે છે. ફિલ્મનું ટ્રેલર એકશનથી ભરપૂર છે. ફિલ્મના ટ્રેલરમાં પરિણીતિ પોતા દેશ માટે જોશ અને ઉત્સાહથી લડતી જોવા મળે છે. તે દુશ્મનોને પોતાની સ્ટાઈલમાં મારતી પણ જોવા મળે છે. તે આ ફિલ્મમાં હાર્ડી સંધૂ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ ફિલ્મ તે એક મિશન પર જોવા મળશે. આ ફિલ્મ રાઝીની વાર્તા જેવી જ હોય શકે છે.

શું છે ફિલ્મની વાર્તા?

આ ફિલ્મમાં પરિણીતિનું નામ દુર્ગા હશે. તે દેશ માટે એક મિશન પર જશે. આ ટ્રેલર લગભગ 3 મિનિટ જેટલું છે. તેમાં પરિણીતિ અલગ અલગ સ્ટાઈલમાં દુશ્મનો સાથે લડતી જોવા મળે છે. એક સીનમાં તે બિલ્ડિંગ પરથી કૂદતી જોવા મળે છે. આ ફિલ્મનું શૂટિંગ તુર્કીમાં થયુ છે. આ ફિલ્મમાં જાસૂસી અને આતંકવાદીની વાર્તા હોય શકે છે.

ફિલ્મ Tiranagaનું ટ્રેલર

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

હાર્ડી સંધૂ પણ હશે ફિલ્મમાં

ફિલ્મ કોડ નેમ – તિરંગામાં હાર્ડી સંધૂ પણ હશે. તે આ ફિલ્મમાં એક ડોક્ટરનું પાત્ર ભજવશે. આ ટ્રેલર અનુસાર પરિણીતિ હાર્ડી સંધૂના પ્રેમમાં પડતી જોવા મળે છે. તેઓ સુંદર બરફના પહાડો પર રોમાંસ કરતા જોવા મળે છે. તે દરમિયાન તે પરિણીતિને પોતાની પત્ની બનાવવા માટે પૂછે છે.

આ તારીખે ફિલ્મ થશે રિલીઝ

ફિલ્મ કોડ નેમ – તિરંગામાં રજિત કપૂર, શરદ કેલકર, દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય, શિશિર શર્મા, સબ્યસાચી ચક્રવર્તી અને દીશ મારીવાલા જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ 14 ઓક્ટોબરના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

રાઝી કરતા અલગ હશે આ ફિલ્મ

કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મ રાઝી જેવી છે. આલિયા ભટ્ટની આ રાઝી ફિલ્મ પણ જાસૂસી-થ્રિલરવાળી ફિલ્મ હતી. પણ બીજા અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર, આ બન્ને ફિલ્મોની વાર્તા અલગ છે. આ ફિલ્મ એકદમ અલગ છે. ત્યારે જોવાનું એ રહ્યુ કે, આ ધમાકેદાર ટ્રેલરની જેમ, આ ફિલ્મ પણ ધમાકેદાર હશે કે નહીં.

Next Article