FIFA WC ફાઈનલમાં બોલિવૂડ સ્ટાર્સનો જલવો, શાહરૂખથી લઈને કાર્તિક સ્ટેડિયમમાં જોશે મેચ

|

Dec 18, 2022 | 5:39 PM

FIFA વર્લ્ડ કપની ફાઈનલ (FIFA World Cup Final 2022) આજે રમાશે. આ મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ કતાર પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઘણા ફિલ્મ સ્ટાર્સ સેમીફાઈનલ મેચ જોવા માટે કતાર ગયા હતા.

FIFA WC ફાઈનલમાં બોલિવૂડ સ્ટાર્સનો જલવો, શાહરૂખથી લઈને કાર્તિક સ્ટેડિયમમાં જોશે મેચ
fifa
Image Credit source: Instagram

Follow us on

FIFA વર્લ્ડ કપ હવે તેના છેલ્લા સ્ટેજ પર આવી ગયો છે. આજે ફાઈનલમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ટાઈટલની જીતવા માટેની લડાઈ થશે. આ મેચ દુનિયામાં કરોડો લોકો જોશે જ પરંતુ કતારના સ્ટેડિયમમાં આ મેચને લાખો લોકો એકસાથે બેસીને જોશે. ખાસ વાત એ છે કે આ ઐતિહાસિક મેચના સાક્ષી ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ બનશે. ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલ મેચ સ્ટેડિયમમાં બેસીને જોવી એ દરેક ફૂટબોલ ફેન્સનું સપનું હોય છે. પરંતુ મોટાભાગના લોકો માટે આ માત્ર એક સપનું જ રહી જાય છે.

બોલિવૂડના કેટલાક સ્ટાર્સ એવા છે જે આ વખતે ફાઈનલ મેચની દરેક ક્ષણના સાક્ષી બનવાના છે. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ શાહરૂખ ખાનનું છે. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ ફાઈનલ મેચ દરમિયાન તેમની ફિલ્મ પઠાનનું પ્રમોશન કરતા જોવા મળશે. આ સાથે તે આ ફાઈનલ મેચને પણ એન્જોય કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કાર્તિક આર્યન પણ જોશે આ મેચ

ફૂટબોલ મેચની આ સૌથી મોટી મેચ જોવા માટે કાર્તિક આર્યન અમદાવાદથી કતાર જઈ રહ્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપતા લખ્યું છે કે ફૂટબોલ પેશન છે. કતાર જતી વખતે તેને એક તસવીર પણ શેયર કરી છે. તેના સિવાય ફરાહ ખાન પણ આ મેચ જોશે. ફરાહ ખાન હાલમાં કતારમાં છે. તેણે કાર્તિક આર્યનની આ પોસ્ટ પર પણ કોમેન્ટ કરી છે, “આજા.” ફરાહે ત્રીજા સ્થાન માટે મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચેની મેચ પણ જોઈ હતી.

નોરા ફતેહી કરશે પર્ફોમન્સ

મીડિયા રિપોર્ટ મુજબ નોરા ફતેહી આજે ફાઈનલની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા નોરાએ ફિફા વર્લ્ડ કપના ફેન ફેસ્ટમાં પણ પરફોર્મ કર્યું હતું. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા ઘણા ફિલ્મ સ્ટાર્સ સેમીફાઈનલ મેચ જોવા માટે કતાર ગયા હતા. જેમાં અનન્યા પાંડે, સંજય કપૂર, કરિશ્મા કપૂર, આદિત્ય રોય કપૂર, ચંકી પાંડે અને શનાયા કપૂર જેવા સ્ટાર્સના નામ સામેલ છે.

આ બધાં સ્ટાર્સ આજે ફાઈનલ મેચ જોવા પણ જઈ શકે છે. આ સિવાય મૌની રોય, કરણ ટેકર, માનુષી છિલ્લર સહિત અન્ય સ્ટાર્સ મેચ જોવા ગયા હતા. આ સિવાય રણવીર સિંહને પણ 18 ડિસેમ્બરે કતારમાં ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં હાજરી આપવા અને ભારતનું પ્રતિનિધિત્વ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Next Article