ગ્રીસમાં ન્યાસા દેવગને કરી પાર્ટી, કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ

ન્યાસા દેવગન (Nysa Devgan) આ દિવસોમાં પોતાના કથિત બોયફ્રેન્ડને લઈને ઘણી ચર્ચામાં છે. હાલમાં જ તે વેદાંત મહાજન સાથે ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી હતી. અને હવે તેનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગ્રીસમાં ન્યાસા દેવગને કરી પાર્ટી, કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ
Nysa-Devgan Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 6:00 PM

અજય દેવગનની (Ajay Devgan) પુત્રી ન્યાસા દેવગન (Nysa Devgan) આ દિવસોમાં તે વેકેસન એન્જોય કરી રહી છે, હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી અને તેને જોતા જ તે વાયરલ થઈ ગઈ છે. પરંતુ આ વખતે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખુલીને ડાન્સ કરતી જોવા મળે છે. અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન આ દિવસોમાં તેના ક્લોઝ ફ્રેન્ડસ્ સાથે ગ્રીસમાં વેકેસન એન્જોય કરી રહી છે. સામે આવેલા વીડિયોમાં ન્યાસા દિલ ખોલીને ડાન્સ કરતી જોવા મળી રહી છે.

અહીં જુઓ ન્યાસા દેવગનના ડાન્સનો લેટેસ્ટ વીડિયો-

આ પણ વાંચો

View this post on Instagram

A post shared by Nysa Devgan (@nyasa_devgan)

લોકોને ખૂબ પસંદ આવ્યો આ ડાન્સ વિડીયો

ગ્રીસમાં પાર્ટી કરતી ન્યાસાનો આ વીડિયો પણ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. બ્લુ એન્ડ વ્હાઇટ આઉટફિટમાં ન્યાસા દેવગન ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ન્યાસા પોતાનું ડ્રિંક ટેબલ પર રાખે છે અને પછી ડાન્સ કરવા લાગે છે. ત્યાં બેઠેલા તેના ખાસ મિત્ર ઓરી અને ત્યાં હાજર તમામ લોકો ન્યાસાનો ડાન્સ જોઈને ખૂબ જ ખુશ છે. ન્યાસા દેવગન અને તેના મિત્રો હાલમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂરને પણ મળ્યા હતા જેઓ તે સમયે એમ્સ્ટરડેમમાં શૂટિંગ કરી રહ્યા હતા.

ન્યાસા પોતે લેશે પોતાના કરિયરને લગતો નિર્ણય

હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલને કાજોલે આપેલા ઈન્ટરવ્યુમાં ન્યાસાના ફિલ્મોમાં આવવા વિશે જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે કોઈ પણ બાબતે નિર્ણય લેવા માટે તેને શંકાના દાયરામાં રાખવામાં આવશે નહીં. કાજોલે કહ્યું કે તે ન્યાસાને ક્યારેય કોઈ સૂચના નહીં આપે કે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવો જોઈએ કે નહીં. આ ન્યાસાનો નિર્ણય છે, જે તેમણે પોતે લેવો જોઈએ.

વેદાંત મહાજનને ડેટ કરી રહી છે ન્યાસા!

બોલિવૂડ ન્યૂઝ મુજબ અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગન આ દિવસોમાં સ્વિટ્ઝરલેન્ડમાં ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટીનો અભ્યાસ કરી રહી છે. ન્યાસા દેવગન સાથે જોડાયેલા સમાચાર હાલમાં જ સામે આવ્યા હતા કે તે વેદાંત મહાજનને ડેટ કરી રહી છે. બંનેની સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં સામે આવી છે. પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">