AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધ લેડી કિલરઃ અર્જુને ભૂમિ સાથે આપ્યા ઈન્ટીમેટ સીન્સ, હાલમાં રિલીઝ પહેલા પ્રમોશનથી રાખ્યું અંતર, શું છે કારણ

બોલિવુડ એક્ટર અર્જુન કપૂર અને એક્ટ્રેસ ભૂમિ પેડનેકર તેમની અપકમિંગ ફિલ્મ 'ધ લેડી કિલર'ને લઈને ચર્ચામાં છે. હાલમાં મેકર્સે ફેન્સને સરપ્રાઈઝ આપતા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું પરંતુ લીડ એક્ટર્સ અર્જુન અને ભૂમિ આ પગલાથી નાખુશ દેખાય છે. આખરે શું કારણ છે કે એકટર્સ રિલીઝ પહેલા પ્રમોશનથી દૂર રહે છે?

ધ લેડી કિલરઃ અર્જુને ભૂમિ સાથે આપ્યા ઈન્ટીમેટ સીન્સ, હાલમાં રિલીઝ પહેલા પ્રમોશનથી રાખ્યું અંતર, શું છે કારણ
The Lady Killer
| Updated on: Oct 31, 2023 | 9:29 PM
Share

બોલિવુડ એક્ટર અર્જુન કપૂર અને એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની અપકમિંગ ફિલ્મ ‘ધ લેડી કિલર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને જોઈને ફેન્સ હેરાન થઈ ગયા છે અને ટ્રેલરના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ ગેરકાયદે સંબંધો પર આધારિત છે, જેમાં પ્રેમ અને એક્શનની સાથે મર્ડર મિસ્ટ્રી જબરદસ્ત જોવા મળશે. ફિલ્મમાં અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર વચ્ચે ઘણા ઈન્ટીમેટ સીન્સ જોવા મળશે.

અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ધ લેડી કિલરનું પોસ્ટર 28 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું અને તેની રિલીઝ ડેટ પણ મેકર્સે જાહેર કરી છે. 3 નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે. આમ તો ઘણું થયું પરંતુ ફિલ્મની બે લીડ એકટર્સ અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરે અત્યાર સુધી કોઈ પણ રીતે ફિલ્મને પ્રમોટ કરી નથી. આવામાં સવાલો ઉઠવા લાગ્યા કે શું ફિલ્મ નિર્માતાઓ અને આ કલાકારો વચ્ચે બધું બરાબર નથી.

હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ ફિલ્મ ઉતાવળમાં રિલીઝ થઈ રહી છે જે ફિલ્મના લીડ એક્ટર્સને પસંદ નથી. એવું માનવામાં આવે છે કે ફિલ્મની અચાનક જાહેરાતથી એક્ટર્સ નાખુશ છે. આ કારણોસર લીડ કેરેક્ટર અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરે તેને પ્રમોટ કરવાની ના પાડી દીધી છે.

આ કારણે છે નાખુશ

રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે અર્જુન અને ભૂમિએ આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે, જેના કારણે તેઓ ફિલ્મ સાથે કરવામાં આવેલી ઉતાવળથી નાખુશ છે. એક્ટરે ફિલ્મની રિલીઝ ડેટનું પોસ્ટર શેર ન કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મેકર્સ આ ફિલ્મને ઓછી સ્ક્રીન પર રિલીઝ કરી રહ્યા છે, સ્ટાર્સ એ વાતથી ખુશ નથી.

પહેલા આ ફિલ્મ 27 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી. પરંતુ મેકર્સે તેને પોસ્ટપોન રાખી અને હવે અચાનક રિલીઝ ડેટ જાહેર કરી. હવે આ ફિલ્મ કોઈ મોટા પ્રમોશન વિના રિલીઝ થઈ રહી છે, જેની પાછળનું કારણ એવું કહેવાય છે કે મેકર્સ ફિલ્મના ડિજિટલ રાઈટ્સ વેચીને સારી કમાણી કરી લીધી છે.

ફિલ્મના નિર્દેશક અજય બહલ, નિર્માતા શૈલેષ આર સિંહ, અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરે ફિલ્મ સાથે જોડાયેલા વિવાદ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ફિલ્મના નિર્માતા અને એકટર્સ આને લઈને હજુ પણ ચુપ છે.

તમને જણાવી દઈએ કે અજય બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મની સ્ટોરી એક પ્લેબોય અને એક ખતરનાક છોકરીની આસપાસ ફરે છે. અર્જુન અને ભૂમિ આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. અર્જુન અને ભૂમિ બંનેની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી નથી. આવામાં બંનેને આ ફિલ્મ પાસેથી ઘણી આશા છે. થ્રિલ અને સસ્પેન્સથી ભરપૂર આ ફિલ્મ અર્જુન કપૂરની એક્ટિંગ કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે.

આ પણ વાંચો: બિગ બોસ 17: બિગ બોસના ઘરમાં અંકિતાએ સુશાંતને કર્યો યાદ, તેમની છેલ્લી મુલાકાત વિશે કરી વાત

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">