એ ઘટના જ્યારે રાજ કુમારે રામાનંદ સાગરને કહી દીધું હતું, “મારા કૂતરાને પણ તમારી ઓફર મંજુર નથી”

રાજકુમારની કારકિર્દીની પડતીના સમયે સારા મિત્ર હોવાને કારણે, દિગ્દર્શક રામાનંદ સાગરે રાજકુમારને તેમની ફિલ્મ્સ 'જિંદગી' અને 'પૈગામ' માં રોલ આપ્યો.

એ ઘટના જ્યારે રાજ કુમારે રામાનંદ સાગરને કહી દીધું હતું, મારા કૂતરાને પણ તમારી ઓફર મંજુર નથી
રાજ કુમાર
Follow Us:
| Updated on: May 25, 2021 | 4:18 PM

રાજ કુમારના ઠાઠ માત્ર પડદા પર જ નહીં વાસ્તવિક જીવનમાં પણ સાંભળવા મળતા હતા. આજ સુધી બોલીવુડમાં જેટલા એક્ટર થઇ ગયા એ દરેકથી સાવ અલગ એક્ટર થઇ ગયા રાજ કપૂર. તેમની પોતાની જ અલગ એક શૈલી હતી. જે રોફ તેમના ડાયલોગ ડિલીવરીમાં હતો તે જ રોફ અને સ્ટેટસ સાથે તેઓ રીઅલ લાઈફ જીવતા હતા. સૌથી અગત્યની વાત એ છે કે સ્ટારડમની એક ઉંચી સફર ઓછી જ્યારે તેઓના કારકિર્દીના ખરાબ દિવસો આવ્યા ત્યારે પણ તેમનું વલણ ઓછું થયું નહીં.

તમે ઘણી ફિલ્મોમાં તેમના ઠાઠ જોયા હશે, અને સાથે સાથે તેમના રોફની ઘટનાઓ પણ સાંભળી હશે. આજે તમને એ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તેમણે એક ખુબ મોટા ડાયરેક્ટરને કહી દીધું હતું “તમારી ઓફર મારા કુતરાને પણ પસંદ ના આવી”. તમને કદાચ ખબર નહીં હોય પરંતુ રાજ કુમાર અને રામાનંદ સાગર ખૂબ સારા મિત્ર હતા.

આ ઘટના 90 ના દાયકાની છે. જ્યારે રાજ કુમારની ‘પોલીસ ઔર મુજિરમ’, ‘ઇન્સાનિયત કા દેવતા’ બહુ સારો બિઝનેસ કરવામાં નિષ્ફળ ગઈ. અને ફ્લોપ સાબિત થઈ. રાજકુમારની કારકિર્દીની આ પડતી હતી. ત્યારે તેના સારા મિત્ર હોવાને કારણે, દિગ્દર્શક રામાનંદ સાગરે રાજકુમારને તેમની ફિલ્મ્સ ‘જિંદગી’ અને ‘પૈગામ’ માં રોલ આપ્યો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એકવાર રામાનંદ સાગર તેમની ફિલ્મ આંખે માટે મુખ્ય ભૂમિકાની ઓફર લઈને રાજ કુમારને મળવા તેમના ઘરે પહોંચ્યા. રામાનંદે રાજ કુમારને કહ્યું હતું કે “હું ઇચ્છુ છું કે તમે મારી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવો”. અને આ માટે રામાનંદ સાગરે દસ લાખ રૂપિયાની ઓફર પણ કરી. તે સમયે રાજ કુમાર આગવી સ્ટાઇલમાં સિગાર પીતા ડ્રોઇંગરૂમમાં બેઠા હતા. રામાનંદ સાગરની ઓફર સાંભળીને રાજ કુમાર થોડી ક્ષણો ચૂપ રહ્યા.

આ ઓફર સાંભળીને રાજ કુમારે તેમના કૂતરાને બોલાવ્યો. કૂતરો રાજ કુમારના પગ પાસે બેઠો. રાજ કુમારે સિગારનો કશ ખેંચાતા કૂતરાને કહ્યું, “જાની, તને શું લાગે છે સાગર સાહેબની ઓફરને સ્વીકારવી જોઈએ કે નહીં?” કૂતરો થોડીક ક્ષણો માટે રાજ કુમાર તરફ જોતો રહ્યો, પછી ડોક હલાવીને ભસવા લાગ્યો.

રામાનંદ સાગર આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે તેમને વિશ્વાસ હતો કે રાજ કુમાર એક સારા મિત્ર હોવાથી તેમની ઓફર સ્વીકારી લેશે. પરંતુ કૂતરાના ભસ્યા પછી રાજ કુમારે રામાનંદ સાગર તરફ જોયું અને કહ્યું, “જુઓ સાગર જી! મારા કૂતરાને પણ તમારી આપેલી ઓફર મંજુર નથી. તેથી મારે હા કહેવાનો કોઈ સવાલ નથી”.

રામાનંદ સાગરનું આ બાબતે અપમાન થયું. તે જ સમય ત્યાંથી તેઓ ચાલ્યા ગયા. ત્યાંથી પાછા ફર્યા પછી તેમણે ધર્મેન્દ્ર સાથે ફિલ્મ સાઇન કરી અને ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ. ત્યારબાદ ‘આંખે’ રિલીઝ થઈ અને બોક્સઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી. આ ઘટના પછી રામાનંદ સાગર અને રાજ કુમાર વચ્ચેની મિત્રતા પહેલા જેવી રહી નહીં. પણ આ તો “જાની”નો અંદાજ હતો.

આ પણ વાંચો: 20 ફિલ્મોમાં ડાકુનો રોલ કર્યો હતો આ રોમેન્ટિક હીરોએ, આ કારણે બદલવું પડ્યું હતું અસલી નામ

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">