Bholaa Motion Poster : અજય દેવગનનો પહેલો લુક આવ્યો સામે, લોકો કરી રહ્યા છે કમેન્ટ્સ, જુઓ ફિલ્મની રિલીઝ ડેટ

|

Dec 21, 2022 | 9:29 AM

અજય દેવગણની (Ajay Devgn) આગામી ફિલ્મ 'ભોલા'નું (Bholaa) પહેલું મોશન પોસ્ટર અને ફિલ્મમાં અજયનો લુક સામે આવ્યો છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.

Bholaa Motion Poster : અજય દેવગનનો પહેલો લુક આવ્યો સામે, લોકો કરી રહ્યા છે કમેન્ટ્સ, જુઓ ફિલ્મની રિલીઝ ડેટ
Bholaa Motion Poster

Follow us on

ભોલાનું મોશન પોસ્ટર સામે આવ્યું છે. અજય દેવગનની આ આવનારી ફિલ્મ તેના પાત્રને લઈને ચર્ચા થઈ રહી છે અને તે વધી રહી છે. તેણે પોતાનો પહેલો લુક ફેન્સ માટે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે. અજય આ ફિલ્મનો ડાયરેક્ટર પ્રોડ્યુસર પણ છે. પહેલા લુકની સાથે તેને રિલીઝ ડેટ પણ જણાવી દીધી છે.

ફિલ્મ ‘ભોલા’નું પોસ્ટર રિલીઝ

અજય દેવગને ઈન્સ્ટાગ્રામ પર પોતાની ફિલ્મ ‘ભોલા’નું પોસ્ટર અને મોશન પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. અજયે પોતાને 4 અલગ-અલગ અંદાજથી બતાવ્યો છે. કપાળ પર ભભૂત લગાડેલી અને અજયની સામે હાથકડી દેખાય છે. મોશન પોસ્ટરમાં અવાજ આવે છે, બડા બવાલ કાટે હો, અરે કા નામ હૈ રે તુમ્હારા મર્દુઆ…ઈસસે પહલે કભી દિખે નહીં…તેના પછી અવાજ આવે છે..દિખે હોતે તો તૂ નહીં દિખતા….આ મોશન પોસ્ટરની સાથે કેપ્શનમાં લખ્યું છે-‘એક ચટ્ટાન, સો શૈતાન. ઈસ કલયુગ મે આ રહા હૈ ભોલા, 30 માર્ચ 2023 કો.’

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

અજયનો લુક લોકોને આવ્યો પસંદ

અજય દેવગનનો આ લુક જોઈને ફેન્સની આતુરતા વધી ગઈ છે. કોઈએ લખ્યું, ‘આ અદ્ભુત ફિલ્મની રાહ જોઈ રહ્યા છીએ’ તો કેટલાક ભૌકાલ તો કોઈ કાજલના કેમિયોની માગ કરી રહ્યા છે.

બંને કલાકારોની આ નવમી ફિલ્મ

અજય દેવગનની સાથે તબ્બુ પણ ‘ભોલા’માં છે, બંને કલાકારોની આ નવમી ફિલ્મ છે. ‘ભોલા’ 2019ની તમિલ એક્શન-થ્રિલર ફિલ્મ ‘કૈથી’ની રિમેક છે. અજય આ ફિલ્મના નિર્દેશક અને નિર્માતા પણ છે. આ દિવસોમાં અજય દેવગનના સિતારા ઉંચાઈ પર છે. ફિલ્મ ‘દ્રશ્યમ 2’ બોક્સ ઓફિસ પર શાનદાર પરફોર્મન્સ આપી રહી છે. જો કમાણીની આ જ ગતિ ચાલુ રહેશે તો આ વર્ષે તે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે. અજયના મોશન પોસ્ટરને જોઈને માનવામાં આવે છે કે ‘ભોલા’ પણ જબરદસ્ત બનવાની છે.

Next Article