South Actor Vijay Sethupati ની ફિલ્મના સેટ પર મોટી દુર્ઘટના, સ્ટંટમેનનું થયું અવસાન, જાણો શું છે કારણ

|

Dec 07, 2022 | 7:15 AM

આ ઘટના વિદુથલાઈ ફિલ્મના સેટ પર બની હતી. સાઉથ સ્ટાર વિજય સેતુપતિની ફિલ્મના સેટ પર એવી ઘટના ઘટી છે કે જેના કારણે આખી સાઉથ ઈન્ડસ્ટ્રી આઘાતમાં સરી પડી છે.

South Actor Vijay Sethupati ની ફિલ્મના સેટ પર મોટી દુર્ઘટના, સ્ટંટમેનનું થયું અવસાન, જાણો શું છે કારણ
vijay sethupati

Follow us on

Vijay Sethupathi : ટોલીવુડમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિની ફિલ્મના સેટ પર શોક છવાઈ ગયો છે. હવે આ સાંભળીને તમે પણ જાણવા આતુર થઈ જશો કે અમે શું વાત કરી રહ્યા છીએ. અભિનેતાના સેટ પરથી એક સ્ટંટમેનનું અવસાન થયું છે. 54 વર્ષીય સ્ટંટમેન સુરેશના મૃત્યુથી સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. જણાવી દઈએ કે લાખો પ્રયત્નો છતાં પણ તેને બચાવી શકાયો નથી.

સમાચાર અનુસાર, આ ઘટના વિદુથલાઈ ફિલ્મના સેટ પર બની હતી. જ્યાં સ્ટંટમેન સુરેશ સાથે મોટો અકસ્માત થયો હતો. જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન વેત્રી મારન કરી રહ્યા છે. આ સેટ ટ્રેનના ભંગારમાંથી બનાવવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો, સુરેશને સીન મુજબ જમ્પિંગ સ્ટંટ કરવાનો હતો, જેના માટે તેને ક્રેનની મદદથી દોરડાથી બાંધવામાં આવ્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

20 ફૂટની ઊંચાઈએથી પડ્યો સુરેશ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સ્ટંટ કરતી વખતે તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્ટંટ દરમિયાન અચાનક તેની સાથે બાંધેલું દોરડું તૂટી ગયું અને તે લગભગ 20 ફૂટની ઊંચાઈથી જમીન પર પડી ગયો હતો. ફિલ્મના લીડ સ્ટંટ ડિરેક્ટરની હાજરીમાં સુરેશ તેના આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. આ ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ જણાવ્યું કે તેનું મૃત્યુ થયું છે.

25 વર્ષથી કામ કરે છે

મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાય છે કે, સુરેશ છેલ્લા 25 વર્ષથી સ્ટંટ કરતો હતો. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે વર્ષો સુધી સ્ટંટમેન તરીકે જોડાયેલા હતા. જો કે આ દુર્ઘટના બાદ ફિલ્મનું શૂટિંગ હાલ પુરતું અટકાવી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિની સાથે સુરી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસમાં લાગેલી છે.

Published On - 1:21 pm, Mon, 5 December 22

Next Article