Do Baaraa માં તાપસી પન્નુનો આવો હશે લુક, મિસ્ટ્રી અને થ્રિલરથી ભરેલી ફિલ્મ આ દિવસે થશે રિલીઝ

બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની અપકમિંગ ફિલ્મ 'દો બારા' (2.12) નું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મનો તાપસીનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.

Do Baaraa માં તાપસી પન્નુનો આવો હશે લુક, મિસ્ટ્રી અને થ્રિલરથી ભરેલી ફિલ્મ આ દિવસે થશે રિલીઝ
Taapsee-Pannu
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 27, 2022 | 3:21 PM

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ તાપસી પન્નુ હવે એક અલગ રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુની (Taapsee Pannu) અપકમિંગ ફિલ્મ ‘દો બારા’ (2.12) નું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. ફિલ્મના પોસ્ટરમાં તાપસી પન્નુ જોવા મળી રહી છે. આ ફિલ્મનો તાપસીનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. મેકર્સ આજે જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરશે. ફિલ્મમાં જે રીતે તાપસીનો લુક સામે આવ્યો છે, તે જોઈને લાગે છે કે ફિલ્મ સસ્પેન્સથી ભરેલી છે.

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

તાપસી પન્નુની આ ફિલ્મ 19 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર અનુરાગ કશ્યપ કરી રહ્યા છે. અનુરાગ કશ્યપે વર્ષ 2018માં મનમર્ઝિયાં ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં પણ તાપસી પન્નુ અભિષેક બચ્ચન સાથે જોવા મળી હતી. તમને એ પણ જણાવી દઈએ કે દો બારામાં પવેલ ગુલાટી પણ જોવા મળશે. આ બીજી વખત છે જ્યારે તાપસી અને પવેલ ગુલાટી કોઈ ફિલ્મમાં સાથે કામ કરશે. આ પહેલા બંને ફિલ્મ થપ્પડમાં સાથે કામ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો

જુઓ તાપસીનો ફર્સ્ટ લુક

થ્રિલર અને મિસ્ટ્રીથી ભરપૂર હશે ફિલ્મ

આ પહેલા તાપસી પન્નુએ આ ફિલ્મ સાથે જોડાયેલો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે સંકેત આપ્યો હતો કે આ ફિલ્મ મિસ્ટ્રી અને થ્રિલરથી ભરપૂર હશે. તાપસીની આ ફિલ્મમાં એક અલગ પ્રકારનો થ્રિલ જોવા મળશે. આ ફિલ્મ ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બતાવવામાં આવી છે. તાપસી પન્નુ સ્ટાટર આ ફિલ્મ લંડન ફિલ્મ ફેસ્ટિવલ સિવાય ફેન્ટાસિયા ફિલ્મ ફેસ્ટિવલ 2022માં બતાવવામાં આવી છે.

શાબાશ મિઠ્ઠૂમાં જોવા મળી હતી તાપસી પન્નુ

હાલમાં તાપસી પન્નુ ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક પર બનેલી ફિલ્મ ‘શાબાશ મિઠ્ઠૂ’માં જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં મિતાલી રાજનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં વિજય રાજે કોચની ભૂમિકા ભજવી હતી. પરંતુ જે રીતે આ ફિલ્મ પાસેથી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી, ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલો સારો દેખાવ કરી શકી નથી. તાપસી પન્નુની અપકમિંગ ફિલ્મો વિશે વાત કરીએ તો, તે રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી ડંકીમાં જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે શાહરૂખ ખાન સાથે તે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સિવાય તાપસી પન્નુ ‘બ્લર’માં પણ જોવા મળશે, આ ફિલ્મનું નિર્દેશન અજય બહલ કરી રહ્યા છે.