સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલે લલિત મોદી સાથેના સંબંધો પર આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

|

Jul 15, 2022 | 7:08 PM

સુષ્મિતા સેન (Sushmita Sen) અને લલિત મોદી આ સમયના નવા કપલ તરીકે સામે આવ્યા છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને સુષ્મિતા સેનનો એક્સ બોયફ્રેન્ડ આ રિલેશનશિપ પર ખૂબ જ ખુશ છે.

સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલે લલિત મોદી સાથેના સંબંધો પર આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Rohman-Shawl-And-Sushmita-Sen
Image Credit source: Instagram

Follow us on

ગુરુવાર 14 જુલાઈ 2022ના રોજ પૂર્વ આઈપીએલ અધ્યક્ષ લલિત મોદીએ (Lalit Modi) બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન (Sushmita Sen) સાથેના તેમની રિલેશનશિપનો ખુલાસો કર્યો અને કહ્યું કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ જાણકારી લલિત મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા આપી હતી, ત્યારબાદ આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યા હતા. પોતાની ટ્વીટની સાથે લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો પણ શેયર કરી હતી. પરંતુ હવે સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલે (Rohman Shawl) આ રિલેશન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

રોહમન શોલ છે આ રિલેશનશિપ ખુશ

સુષ્મિતા સેન અને લલિત મોદી આ સમયના નવા કપલ તરીકે સામે આવ્યા છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંનેના ડેટિંગથી સુષ્મિતા સેનનો એક્સ બોયફ્રેન્ડ આ રિલેશનશિપ પર ખૂબ જ ખુશ છે. રોહમન શાલનો જવાબ આપતાં કહ્યું, ‘ચાલો, તેમના માટે ખુશ થાઓ. પ્રેમ સુંદર છે. હું ફક્ત એટલું જ જાણું છું કે તેઓએ કોઈને પસંદ કર્યા છે, તેઓ તેમના લાયક છે.

આ પણ વાંચો

જ્યારે લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના તેમના રિલેશનશિપનો ટ્વીટર દ્વારા ખુલાસો કર્યો, ત્યારે ઘણા લોકોને ઝાટકો લાગ્યો હતો. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘નવી શરૂઆત’.

2021માં થયું હતું બંનેનું બ્રેક-અપ

રોહમન શોલ અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનું વર્ષ 2021માં બ્રેક-અપ થયું હતું. પિંકવિલા સાથેની વાતચીતમાં રોહમને આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. રોહમન શોલ સુષ્મિતા સેને વર્ષ 2018માં પહેલીવાર સાથેની તસવીરો પોસ્ટ કરી હતી, જે બાદ ફેન્સમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી હતી. આ પછી બંને ઘણી જગ્યાએ એકસાથે સ્પોટ થવા લાગ્યા. તે સમયે બંને ચર્ચામાં હતા. ત્યારબાદમાં ખબર પડી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંને 23 ડિસેમ્બર 2021ના રોજ અલગ થઈ ગયા હતા, જેની જાણકારી સુષ્મિતાએ સોશિયલ મીડિયા પર આપી હતી.

તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથેની એક તસવીર શેયર કરતાં સુષ્મિતા સેને લખ્યું, ‘અમે મિત્રો તરીકે શરૂઆત કરી હતી, અમે મિત્રો જ રહ્યાં!! સંબંધ બહુ જૂનો હતો પ્રેમ હજુ પણ છે.

લલિત મોદીએ કરી હતી સંબંધોને લઈને એનાઉન્સમેન્ટ

આ પછી લલિત મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સુષ્મિતા સેન સાથેની કેટલીક તસવીરો શેયર કરી અને જાણકારી આપી હતી કે તેઓ સુષ્મિતા સેન સાથે રિલેશનશિપમાં છે અને હાલમાં જ એક નવો સંબંધ શરૂ કર્યો છે. તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Next Article