AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushant Singh Rajput : સુશાંત સિંહ રાજપૂત નાં અવસાન પછી ગર્લફ્રેન્ડ Rhea Chakraborty એ એક્ટર વિશે કર્યા છે ચોંકાવનારા ખુલાસા, શું તમે આ જાણો છો?

Sushant Singh Rajput Death Anniversary : સુશાંત સિંહ રાજપૂતનાં ( SSR ) અવસાન પછી રિયા ચક્રવર્તીએ અભિનેતા અને તેમના પરિવાર વિશે ઘણાં ખુલાસા કર્યા.

Sushant Singh Rajput : સુશાંત સિંહ રાજપૂત નાં અવસાન પછી ગર્લફ્રેન્ડ Rhea Chakraborty એ એક્ટર વિશે કર્યા છે ચોંકાવનારા ખુલાસા, શું તમે આ જાણો છો?
Sushant Singh Rajput, Rhea Chakraborty
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 13, 2021 | 12:41 PM
Share

Sushant Singh Rajput : 14 જૂનનો તે દિવસ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે સૌથી મનહુસ દિવસ હતો. તે જ દિવસે સુશાંત સિંહ રાજપૂત ( Sushant Singh Rajput ) તેમના ઘરે પંખા સાથે લટકતા જોવા મળ્યા હતા. તેના મૃત્યુથી બધાને આંચકો લાગ્યો હતો. આ સમાચાર સાંભળીને બોલિવૂડ સ્ટાર્સથી લઈને ચાહકો સુધીના બધા જ આઘાતમાં હતા.

સુશાંતના મૃત્યુ બાદ તેમના પિતાએ પુત્રની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ( Rhea Chakraborty ) અને તેમના પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી. રિયા વિરુદ્ધ સુશાંતને આત્મહત્યા માટે ઉકસાવવાનો, તેમના નાણાંનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. રિયાને સુશાંતના ચાહકોએ સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરી હતી.

લાંબા સમય સુધી મૌન રહ્યા પછી રિયાએ ઓગસ્ટમાં એક ઇન્ટરવ્યુ દ્વારા આ બાબતે ફરીથી વાત કરી હતી. તે દરમિયાન, રિયાએ સુશાંત ( SSR ) વિશે ઘણાં ખુલાસા કર્યા હતા, જે પછી ઘણો વિવાદ થયો હતો. ચાલો હવે તમને જણાવીએ કે રિયાએ શું ખુલાસા કર્યા હતા.

ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે રિયાને પૂછવામાં આવ્યું કે સુશાંતના મોત પછી તે હવે મીડિયાની સામે શા માટે આવી છે ત્યારે તેમણે કહ્યું હતું કે સુશાંત મારા સપનામાં આવ્યા હતા અને મને સત્ય કહેવા કહ્યું. રિયાએ કહ્યું હતું કે, ‘સુશાંત મારા સપનામાં આવ્યા હતા અને ઘણા લોકોના સપનામાં આવ્યા હતા, જેમને તેઓ જાણતા પણ ન હતા અને તેમણે કહ્યું હતું સાચું કહો. જઈને બધાને કહો કે તમે શું છો.

લગ્નની યોજના નહોતી

સુશાંત સાથેની પહેલી મુલાકાત અંગે રિયાએ જણાવ્યું હતું કે બંનેની મુલાકાત યશ રાજ ફિલ્મ સ્ટુડિયોના જીમમાં થઈ હતી. રિયાએ કહ્યું હતું કે બંનેએ ક્યારેય લગ્નનું પ્લાનિંગ ન હોતું કર્યું. તેમણે કહ્યું હતું કે ‘અમે ક્યારેય ઔપચારિક લગ્ન વિશે વાત કરી ન હતી. હું એક વાત જરુર કહેતી હતી કે મારે નાનો સુશાંત જોઈએ છે.

રિયાએ એમ પણ કહ્યું હતું કે સુશાંત બોલિવૂડને છોડવા માંગે છે અને અભિનેત્રી મુજબ સુશાંત કુર્ગમાં શિફ્ટ થવા માંગે છે.

મારિજુઆનાનો કરતા હતા ઉપયોગ

રિયાએ ખુલાસો કર્યો હતો કે સુશાંત મારિજુઆનાનો ઉપયોગ કરતા હતા. તેમણે કહ્યું હતું કે, ‘તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોઈના અવસાન થયા પછી, અમે તેના વિશે આ પ્રકારની વાતો કરી રહ્યા છીએ, પરંતુ હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી. સુશાંત મારિજુઆનાનો ઉપયોગ કરતા હતા અને તે સતત પીતા હતા.

આત્મહત્યા કરવાનું થતું હતું મન

રિયાએ કહ્યું હતું કે સુશાંતના મૃત્યુ પછી તેને આત્મહત્યા કરવાના વિચાર શરૂ થઈ ગયા હતા. રિયાએ કહ્યું હતું કે, ‘કદાચ મારે અને મારા આખા પરિવારે આત્મહત્યા કરી લેવી જોઈએ અથવા કોઈ અમને ગોળી મારી દે. આવી રીતે ગૂંગળામણમાં જીવીને આવી રીતનું અપમાન, અમે લોકો મિડલ ક્લાસના લોકો છીએ. જો રિસ્પેકટ નથી તો કાંઈ નથી.

પિતા સાથે સારા સંબંધ ન હોતા

આ સિવાય રિયાએ કહ્યું હતું કે સુશાંતના તેમના પિતા સાથે સારો સંબંધ ન હોતા અને વર્ષ 2019 પહેલા તેમણે તેમના પિતા સાથે વાતચીત કરી ન હોતી. રિયાએ કહ્યું હતું – સુશાંતે મને કહ્યું હતું કે જ્યારે તે બાળક હતા ત્યારથી જ તેમના પિતા સાથે સારો સંબંધ નથી.

રિયાએ કહ્યું કે સુશાંત ડ્રિપ્રેશનનાં શિકાર હતા અને તે તેમની માતાને ઘણા યાદ કરતા હતા. તે તેમની માતાને ખૂબ જ પ્રેમ કરતા હતા. મને લાગે છે કે તેમના ડિપ્રેશનનું મોટું કારણ તે હતું કે તે તેમની માતા વિના ન હોતા જીવી શકતા. તેઓ પણ માનસિક બિમારીથી પીડાઈ રહ્યા હતા.

ક્લોસ્ટ્રોફોબિયાથી હતા પીડિત

રિયાએ જણાવ્યું હતું કે સુશાંત વર્ષ 2013 માં મનોચિકિત્સકને મળ્યા હતા અને તે ક્લોસ્ટ્રોફોબિયાથી પીડિત હતા. સુશાંત સાથે યુરોપની સફર વિશે વાત કરતી વખતે રિયાએ કહ્યું હતું કે આ સફર દરમિયાન સુશાંતે કહ્યું હતું કે તે ક્લોસ્ટ્રોફોબિયાથી પીડિત છે. રિયાએ કહ્યું હતું, ‘ યુરોપ જવાના દિવસે સુશાંતે મને અને બધાને કહ્યું હતું કે તેમને ફ્લાઇટમાં બેસવાથી ડર લાગે છે. તેમને ક્લોસ્ટ્રોફોબિયા છે અને તે દવા લે છે જે તેમની પાસે હંમેશા હોય છે.

મહેશ ભટ્ટ સાથે ચેટ લીક થવા પર કહી હતી આ વાત

રિયા ચક્રવર્તીની મહેશ ભટ્ટ સાથેની ચેટ લીક થઈ હતી, જેમાં અભિનેત્રી તેમની સાથે પોતાના અંગત જીવન અને સુશાંત વિશે વાત કરે છે, જ્યારે રિયાએ આ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ‘હું પરેશાન હતી અને તે માત્ર મને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભટ્ટ સાહેબ સાથેની મારી વાતચીતનો સુશાંત સાથે કોઈ લેવા-દેવા નથી.

હાર્ડ ડ્રાઇવ તોડવાની બાબતે સ્પષ્ટતા આપવામાં આવી હતી

જ્યારે રિયાને પૂછવામાં આવ્યું કે તેણે સુશાંતની હાર્ડ ડ્રાઇવ તોડી છે કે નહીં, એક્ટ્રેસે ના પાડી હતી. રિયાએ કહ્યું હતું કે, ‘મને કોઈ હાર્ડ ડ્રાઇવ વિશે ખબર નથી, હું જ્યારે ત્યાં હતી ત્યારે કોઈ આવ્યું ન હોતું. મારા ગયા પછી સુશાંતની બહેને કોઈને બોલાવ્યા હતા, પરંતુ મને તેના વિશે કંઈ ખબર નથી.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">