Sushant Singh Rajput Drugs Case : સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાણીએ જાન્યુઆરીમાં દાખલ કરી હતી જામીન અરજી, કોર્ટમાં હજુ સુધી નથી થઈ સુનાવણી

|

May 11, 2022 | 11:15 AM

સિદ્ધાર્થ પિઠાણી (Siddharth Pithani) ગ્રાફિક ડિઝાઈનર તરીકે કામ કરતો હતો. તે વર્ષ 2019માં સુશાંત સિંહ રાજપૂતના મિત્ર આયુષ શર્માના કોલ પર મુંબઈ આવ્યો હતો.

Sushant Singh Rajput Drugs Case : સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાણીએ જાન્યુઆરીમાં દાખલ કરી હતી જામીન અરજી, કોર્ટમાં હજુ સુધી નથી થઈ સુનાવણી
sushant singh rajput drugs case

Follow us on

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મોત બાદ તેનો મિત્ર સિદ્ધાર્થ પિઠાણી ડ્રગ્સના કેસમાં એક વર્ષથી જેલમાં છે. સિદ્ધાર્થ પિઠાણીના (Siddharth Pithani) વકીલો તેને જેલમાંથી બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. સિદ્ધાર્થ પિઠાણીના વકીલ તારક સૈયદનું કહેવું છે કે, અત્યાર સુધી તેણે સિદ્ધાર્થના જામીન માટે ઘણી અરજીઓ કરી છે, પરંતુ દર વખતે કોર્ટે સિદ્ધાર્થની અરજી ફગાવી દીધી છે. આટલું જ નહીં, જાન્યુઆરીમાં તેણે સિદ્ધાર્થના જામીન માટે અરજી કરી હતી, પરંતુ હજુ સુધી કોર્ટમાં અરજી અંગે સુનાવણી થઈ નથી.

સિદ્ધાર્થ પિઠાણીને જામીન નથી મળી રહ્યા

મીડિયાના અહેવાલ મુજબ સિદ્ધાર્થ પિઠાણીના વકીલ તારક સૈયદે કહ્યું કે, અમે જાન્યુઆરીમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે હજુ સુનાવણી કરવાની બાકી છે. અહેવાલમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, સિદ્ધાર્થ પિઠાણીના ફોન અને વોટ્સએપ ચેટમાંથી માહિતી મેળવ્યા બાદ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

સિદ્ધાર્થના ફોન અને ચેટમાંથી NCBને પુરાવા મળ્યા કે, તેના ડ્રગ સપ્લાયર્સ સાથે કથિત સંબંધો હતા. સિદ્ધાર્થ પિઠાણીએ ઘણી વખત જામીન માટે અરજી કરી હતી, પરંતુ દર વખતે કોર્ટે તેના જામીન ફગાવી દીધા હતા. જુલાઈ 2021માં કોર્ટે સિદ્ધાર્થને હૈદરાબાદમાં તેના લગ્નમાં હાજરી આપવા માટે વિશેષ પરવાનગી આપી હતી. લગ્નના એક દિવસ પછી તેણે પોતે સરન્ડર કર્યું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ડ્રગ્સ કેસમાં NCBએ સિદ્ધાર્થની ઘણી વખત કરી પૂછપરછ

સિદ્ધાર્થ પિઠાણી ગ્રાફિક ડિઝાઈનર તરીકે કામ કરતા હતા. તે વર્ષ 2019માં સુશાંત સિંહ રાજપૂતના મિત્ર આયુષ શર્માના કોલ પર મુંબઈ આવ્યો હતો. તેને સુશાંતના ડ્રીમ 150 પ્રોજેક્ટમાં કામ કરવાની ઓફર કરવામાં આવી હતી. આયુષે સુશાંત સાથે કામ કરવાનું બંધ કર્યા પછી સિદ્ધાર્થે તેની સાથે કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે સિદ્ધાર્થ અમદાવાદમાં કામ કરતો હતો, પરંતુ વર્ષ 2020માં સુશાંતના ફોન બાદ તે મુંબઈ આવ્યો હતો. સિદ્ધાર્થને વચન આપવામાં આવ્યું હતું કે તેને અહીં પગાર પર રાખવામાં આવશે. તે સુશાંતના ડ્રીમ 150નો ભાગ બન્યો અને અભિનેતા સાથે તેના ઘરે શિફ્ટ થયો. સુશાંતના મૃત્યુ સુધી તે ત્યાં જ રહેતો હતો.

સુશાંતના ફ્લેટમેટ હોવાને કારણે, સિદ્ધાર્થ એ પહેલો વ્યક્તિ હતો. જેણે અભિનેતાને પહેલીવાર ફાંસી પર લટકતો જોયો હતો. 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહનો મૃતદેહ મુંબઈના બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. સુશાંતના મૃત્યુ બાદ પ્રકાશમાં આવેલા ડ્રગ્સ કેસમાં NCBએ સિદ્ધાર્થની ઘણી વખત પૂછપરછ કરી છે.

Next Article