RRRની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર, 3Dમાં રિલીઝ થશે SS રાજામૌલીની આ ફિલ્મ

|

Mar 22, 2022 | 3:41 PM

SS રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ RRRની રાહ જોઈ રહેલા ચાહકો માટે એક સારા સમાચાર છે. આ ફિલ્મ 2D અને 3Dમાં રિલીઝ થવા માટે તૈયાર છે. રાજામૌલીનું માનવું છે કે મોટી સ્ક્રીન અને 3D ફોર્મેટમાં એવી થોડી ફિલ્મો છે જેનો સંપૂર્ણ આનંદ લઈ શકાય છે.

RRRની રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર, 3Dમાં રિલીઝ થશે SS રાજામૌલીની આ ફિલ્મ
Junior NTR And Ram Charan

Follow us on

રામ ચરણ (Ram Charan), જુનિયર એનટીઆર (Junior Ntr), અજય દેવગણ (Ajay Devgn) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ની સમગ્ર ભારતની કલાકારોને દર્શાવતી એસએસ રાજામૌલીની બહુપ્રતીક્ષિત ‘RRR’ ફિલ્મ સમગ્ર વિશ્વમાં 2D અને 3Dમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ એક બહુભાષી ફિલ્મ છે જે મોટા પડદા પર આવવાની છે. જેમાં નિર્માતાઓ રામ ચરણ અને જુનિયર એનટીઆરને પ્રથમ વખત મોટા પડદા પર સાથે લાવ્યા છે.

આવી સ્થિતિમાં નિર્માતાઓએ એક્શન ડ્રામા ડોલ્બી સિનેમા, IMAX અને 3D જેવા વિવિધ ફોર્મેટમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં રાજામૌલી અને ‘RRR’ ટીમે એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. જે જણાવે છે કે ફિલ્મ પ્રેમીઓ 3Dમાં ફિલ્મનો અનુભવ કરી શકે છે.

‘બાહુબલી’ ફ્રેન્ચાઈઝી સાથે મોટાપાયે ફિલ્મો બનાવવા માટે જાણીતા રાજામૌલીનું માનવું છે કે મોટી સ્ક્રીન અને 3D ફોર્મેટમાં એવી થોડી ફિલ્મો છે, જેનો સંપૂર્ણ આનંદ લઈ શકાય છે. જે તે યુગમાં દર્શકોને જીવંત રાખશે. તેમને લાગે છે કે તે તેનો એક ભાગ છે. તેવી જ રીતે ‘RRR’ પણ દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આવી ભવ્યતા અને સ્પેશિયલ ઈફેક્ટ્સ સાથે સિને પ્રેમીઓ ‘RRR’ સાથે 3Dમાં ક્યારેય ન જોયેલા એક્શન અને ડ્રામાનો અનુભવ કરી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રસપ્રદ વાત એ છે કે અન્ય બેન્ચમાર્ક સેટ કરીને ભારતની સૌથી મોટી એક્શન ડ્રામા, SS રાજામૌલીની RRR ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર સિવાય પણ બીજા સ્ટાર્સનો લાઈનઅપનો સમાવેશ થાય છે. આ બે મેગા પાવર સ્ટાર્સ ઉપરાંત અજય દેવગણ, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે સમુથિરકાની, રે સ્ટીવેન્સન અને એલિસન ડુડી સહાયક ભૂમિકામાં સ્ક્રીન શેયર કરતા જોવા મળશે.

પેન સ્ટુડિયોના જયંતિ લાલ ગડાએ સમગ્ર ઉત્તર ભારતમાં થિયેટ્રિકલ વિતરણ અધિકારો મેળવ્યા છે અને તમામ ભાષાઓ માટે વિશ્વવ્યાપી ઈલેક્ટ્રોનિક અધિકારો પણ ખરીદ્યા છે. તેલુગુ ભાષાની પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ ડીવીવી એન્ટરટેઈનમેન્ટ્સના ડીવીવી દાનૈયા દ્વારા નિર્મિત છે. આવી સ્થિતિમાં RRR 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો: Team RRR in Jaipur : એસએસ રાજામૌલી, જુનિયર NTR અને રામચરણ સાથે પહોંચ્યા જયપુર,જાણો શું છે કારણ ?

આ પણ વાંચો: S.S Rajamouliની ‘RRR’સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ પ્રમોશન કરનારી પ્રથમ ફિલ્મ બની

Next Article