આજકાલ બોલિવૂડ અને સાઉથની ફિલ્મો (South Film) વચ્ચેનું અંતર ઘટતું જોવા મળી રહ્યું છે. સાઉથની ફિલ્મોને હિન્દીમાં સારા ઓડિયન્સ મળી રહ્યા છે. હવે મોટાભાગની તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મો હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે. હવે વધુ એક સાઉથ સ્ટાર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ફિલ્મ ‘મેજર’નું ટ્રેલર લૉન્ચ થતાં જ લોકોમાં આ ફિલ્મની વાર્તા જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે. આ ફિલ્મમાં મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનનું પાત્ર ભજવી રહેલા એક્ટર અદિવી શેષ (Adivi Sesh) પોતાના લૂકને કારણે ખૂબ ચર્ચામાં છે. અદિવી ફિલ્મ ‘મેજર’થી (Major) બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અદિવી 2018થી બોલિવૂડ સાથે જોડાયેલો છે.
ટાઈગર શ્રોફ અદિવીની સુપરહિટ ફિલ્મ ‘ક્ષણમ’ની હિન્દી રિમેકમાં જોવા મળ્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે ટાઈગર શ્રોફની ‘બાગી 2’ અદિવીની આ ફિલ્મની રિમેક હતી. એવું કહેવું ખોટું નહીં હોય કે ટાઈગરની સફળતા પાછળ અદિવીનો પણ હાથ છે. ટાઈગરની આ ફિલ્મ કેટલી હિટ રહી છે તે બધા જાણે છે. 300 કરોડના ખર્ચે બનેલી ફિલ્મો સાથે ફરી એકવાર સાઉથની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. બોલિવૂડ ફિલ્મ સ્ટુડિયો ટોલીવુડની હિટ ફિલ્મોના રાઈટ્સ ખરીદી રહ્યા છે.
તાજેતરમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, અદિવી શેષની ફિલ્મ મેજર 27મી મે 2022ના રોજ રિલીઝ થશે અને તે જ દિવસે આદિવીએ તેના સોશિયલ મીડિયા દ્વારા સંકેત આપ્યો હતો કે ફિલ્મ મેજર તેના નિર્ધારિત સમય પર રિલીઝ થશે. સાચી ઘટનાઓથી પ્રેરિત આ ફિલ્મ શેષા દ્વારા ભજવવામાં આવેલા વાસ્તવિક જીવનના હીરો મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન અને સમયને ટ્રેસ કરે છે. 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈની તાજમહેલ પેલેસ હોટેલની હેરિટેજ હોટેલ પર કુખ્યાત હુમલા દરમિયાન આતંકવાદીઓ દ્વારા શહીદ થતાં પહેલા મેજર ઉન્નીકૃષ્ણને ઘણા બંધકોના જીવ બચાવ્યા હતા.