AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Charles III ના રાજ્યાભિષેક વખતે સોનમ કપૂર કરશે પરફોર્મ, ટોમ ક્રૂઝ સહિતના આ સ્ટાર્સ પણ જોવા મળશે

Sonam Kapoor News : સોનમ કપૂર પહેલીવાર લંડનના રોયલ ફેમિલીના કોઈ કાર્યક્રમનો ભાગ બનવા જઈ રહી છે. અભિનેત્રી King Charles III ના રાજ્યાભિષેક સમારોહમાં હાજરી આપશે અને પરફોર્મ કરશે.

King Charles III ના રાજ્યાભિષેક વખતે સોનમ કપૂર કરશે પરફોર્મ, ટોમ ક્રૂઝ સહિતના આ સ્ટાર્સ પણ જોવા મળશે
Sonam Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 10:10 AM
Share

King Charles III Coronation : ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂર લંડનમાં રાજા ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેકનો ભાગ બનશે. 7 મેના રોજ લંડનમાં એક મોટા સમારંભમાં રાજા ચાર્લ્સ III નો તાજ પહેરાવવામાં આવશે. આ પ્રસંગે વિશ્વભરના ઘણા મોટા સ્ટાર્સ ત્યાં પરફોર્મ કરશે, જેમાં હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝ અને મ્યુઝિકલ ગ્રુપ પુસીકેટ ડોલ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : IPL 2023ની મેચ જોવા પહોંચ્યા એપલના CEO ટિમ કુક, બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર પર રહી હાજર, જુઓ Video

વેરાયટીના એક અહેવાલ અનુસાર આ કાર્યક્રમમાં સોનમ કપૂર પણ હાજર રહેશે. સોનમ સ્ટેજ પર જશે અને કોમનવેલ્થ વર્ચ્યુઅલ કોયર રજૂ કરશે. તમને જણાવી દઈએ કે સોનમ કપૂર પહેલીવાર રોયલ ફેમિલીના કોઈ ફંક્શનનો ભાગ બનશે.

કેટી પેરી પણ દેખાશે

ઉલ્લેખનીય છે કે પ્રિન્સેસ ડાયનાના અંતિમ સંસ્કારમાં ટોમ ક્રૂઝ હાજર રહ્યા હતા. આ સમારોહમાં સામેલ થનારાઓમાં ગાયિકા કેટી પેરી અને લિયોનેલ રિચીના નામ પણ સામે આવી રહ્યા છે. આ બંને મહેમાન તરીકે સમારોહમાં હાજરી આપશે.

તમે કદાચ જાણો છો કે સોનમ તેના પતિ આનંદ આહુજા અને પુત્ર વાયુ સાથે લંડનમાં રહે છે. જો કે તે મુંબઈમાં તેના પરિવાર સાથે આવતી રહે છે. સોનમ કપૂર અને આનંદ આહુજા ગયા વર્ષે 20 ઓગસ્ટે માતા-પિતા બન્યા હતા.

આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલશે

તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ બકિંગહામ પેલેસમાં ત્રણ દિવસ સુધી ચાલશે. આ કાર્યક્રમ 6 મે શનિવારથી શરૂ થશેઅને 8 મે સુધી ચાલશે. આ દરમિયાન દુનિયાભરની અનેક મોટી હસ્તીઓ ત્યાં હાજર રહેશે.

લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સોનમ કપૂર અને આનંદ આહુજાએ 8 મે 2018ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. બંને ઘણીવાર રજાઓ અને પાર્ટીઓમાં એકબીજા સાથે જોવા મળે છે. સોનમની ફિલ્મો વિશે વાત કરીએ તો તે છેલ્લે અનિલ કપૂરની પુત્રીના રોલમાં ફિલ્મ AK vs AKમાં જોવા મળી હતી. આ પહેલા તે ધ ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">